Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

જેતપુરમાં વોર્ડ નં. ૪ માં સી.સી. અને ડામર કામાં ગેરરીતી મુદે તપાસ કરવા માંગણી

ચિફ ઓફિસરને રજુઆત કરતા સદસ્ય મહમદભાઇ સાંધ

નવાગઢ તા ૨૦ : જેતપુર-નગાવઢ વોર્ડ નં.૪ ના સદસ્ય મહમદભાઇ અબુભાઇ સાંધે (ચિફ ઓફીસરશ્રીને પત્ર પાઠવીને જેતપુર-નવાગઢ નગરપાલીકાના વોર્ડ નં.૪ ના વિસ્તારોમાં બનાવેલ સી.સી. રોડ તેમજ ડામર રોડ ના કામોમાં થયેલ ગેરરીતી મુદે જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે જેતપુર-નવાગઢ નગરપાલીકાના વોર્ડ નં.૪ માં આવેલ વિસ્તારો જેવા કે (૧) વિરા શકિત આશ્રમ,(ર) જનતા નગર,(૩) શ્રીપાર્ક,(૪) શકિત કોલોની, (૫) ગોવર્ધન નગર (૬) જનતા નગર (૭) જલારામનગર વિગેરે  જેવા વિસ્તારોમાં મનતા ડામર રોડ, તથા સી.સી. રોડ કામો વર્ક ઓર્ડર મુજબ કરવામાં નહી આવતા હોવાના પુરાવાઓ સાથે અગાઉના ચીફ ઓફસરશ્રીને જણાવ્યું હતું કે, રોડના કામમાં વાપરવામાં આવતી રેતી સ્થાનીક નદીઓની હલકી ગુણવતાની છે અને સિમેન્ટ પણ મિશ્રણ વાળો હલકી ગુણવતાનો હોય છે અને થર્ડ પાર્ટીના ઇન્સ્પેકશન રીપોર્ટ પણ બોગસ રજુ કરવામાં આવે છે.

ડામર રોડના મટીરીયલ્સ હલકી કક્ષાનો ડામર વાપરે છે, તેમજ કોઇપણ જાતના માપ-સાઇઝ તેમજ લેવલીંગ વગરનું કામ ચાલતુ હોય અને અનેક કામ આવી રીતે વર્ક ઓર્ડર વિરૂધ્ધ પૂર્ણ કરેલ છે. આ અંગે અગાઉના ચીફ ઓફિસરશ્રીને અનેક વાર મોૈખીક રજુઆત કરવા છતા આ કોન્ટ્રાકટર વિરૂધ્ધ કોઇ જાતના પગલા લેવામાં આવેલ નથી અને એવું લાગે છે કે, આવા માપ-સાઇઝ,લેવલીંગ અને નબળી ગુણવતાવાળુ મટીરીયલ્સ વાળા હલકી કક્ષાના કામો બાબતે અગાઉના ચીફ ઓફીસરશ્રી એ મોૈન ધારણ કરેલ છે.

ગુજરાત સરકાર દ્રવાર જુદી-જુદી નગરપાલીકાઓને રોડ-રસ્તાના કામ બાબતે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પ્રજાની સુખાકારી માટે અને સારા કામ માટે ફાળવવામાં આવે છે. પરંતુ અગાઉના તેમજ હાલના જેતપુર-નવાગઢ નગરપાલીકાના સતાધિસો જે કામ કરાવે છે તે વર્ક ઓર્ડર મુજબનું કોઇ કામ કરાવતા નથી તેમજ અત્યંત નબળી કવોલીટીનું કામ  કરવામાં આવે છે તેમજ વર્ક ઓર્ડર મુજબનું કોઇ મટીરીયલ્સ વાપરવામાં આવતું નથી

અમુક વિસ્તારમાં સીસી રોડની આયુષ્ય સારી હોય તેમ છતા સીસી રોડ ઉપર ડામ રોડ બનાવવામાં આવે છે જે ભ્રષ્ટ અધિકારીઓના અંગત લાભ અને હિત માટે માત્ર પ્રજા અને સરકારશ્રીના નાણાનો દુરઉપયોગ થાય છે. આ મુદે વિજીલન્સ તપાસ કરવા મહમદભાઇ સંધે માંગણી કરી છે.

(11:42 am IST)