Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ભાવનગર ડાયમંડ એસો.ના પ્રમુખ તરીકે ૨૫મી વખત ચૂંટાતા વિઠ્ઠલભાઇ મેંદપરા

ભાવનગર તા.૨૦: ડાયમંડ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા વિઠ્ઠલભાઇ મેંદપરાના અધ્યક્ષ સ્થાને વાર્ષિક સાધારણ સભા મળી હતી. એજન્ડા અને કાર્યસૂચિ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ હતી. પ્રમુખપદે ૨૫ મી વખત વિઠ્ઠલભાઇ મેંદપરા ચૂંટાયેલ છે.

ડાયમંડ એસોસીએશનના વ્યવસ્થાપક કારોબારીના ૧૫ સભ્યોની નિયુકિત કરવામાં આવેલ. જેમાં વિઠ્ઠલભાઇ કે. મેંદપરા, ઠાકરશીભાઇ ટી. ગાબાણી, કુરજીભાઇ પી. ભાયાણી, ભીખાભાઇ જે. સોલંકી, જગદીશભાઇ ડી. ભીકાડીયા, મુળજીભાઇ ડી. વઘાસીયા, ધનશ્યામભાઇ એલ. પટેલ., ભરતભાઇ બી. ડોંડા, દેવરાજભાઇ જે. ગોટી, હર્ષદભાઇ પી. પટેલ, જૈરામભાઇ જે. જાસોલીયા, જાદવભાઇ કે. કાકડીયા, વલ્લભભાઇ ટી. અણઘણ, ઘનશ્યામભાઇ ગોરસીયા, વિપુલભાઇ બી. જાસોલીયા આ સભ્યશ્રીઓની બિનહરીફ વરણી થયેલ છે. વાર્ષિક સાધારણ સભામાં સભ્યશ્રીઓ મોટા પ્રમાણમાં હાજર રહયાં હતા અને ડાયમંડ એસોસીએશનની કામગીરીને વધાવી હતી. છેલ્લે પ્રમુખશ્રીએ હાજર રહેલ સર્વસભ્યશ્રીઓનો ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસીએશન વતી આભાર વ્યકત કરેલ.

(11:41 am IST)