Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

સુત્રાપાડા તાલુકાના ગોરખમઢીમાં ઓર્ગેનીક ખેતી માટે સેમીનાર યોજાયો

પ્રભાસપાટણઃ સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામે વજુભાઈ પરમારની વાડીમાં જીરો બજેટ ખેતી અંગે સેમીનાર યોજાયેલ. જેમાં ઓર્ગેનિક ખેતી કેમ કરવી અને ખેતીનાં ખર્ચમાં ઘટાડો તથા ગાય આધારીત ખેતી અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવેલ. આયુર્વેદીક ઔષધીય પાકો, બાગાયતી પાકો, ઔષધિઓના ઉપયોગો વગેરે વિષયોમાં વિસ્તૃત સમજણ આપવામાં આવેલ અને લોકો ઝેર મુકત ખોરાકનો ઉપયોગ કરે તેવી માહિતી આપેલ. આ તકે વજુભાઈ પરમાર, ડો. રમેશભાઈ સાવલીયા, વજુભાઈ વાજા (ચોરવાડ), વરજાંગભાઈ, લાલાભાઈ, જી.એચ.સી.એલ.ના અધિકારીઓ, જનસેવા ટ્રસ્ટ વેરાવળ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ખેડૂતો અને જુદી જુદી કંપનીના પ્રતિનિધિઓએ હાજરી આપેલ હતી તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ દેવાભાઈ રાઠોડ-પ્રભાસપાટણ)

(11:40 am IST)