Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ખંભાળીયામાં APL કાર્ડ ધારકોએ ગેસ કનેકશન મેળવી લેવું

૧૮ ડિસેમ્બરથી બંધ થશે કેરોસીન

દેવભૂમિ દ્વારકા તા. ૨૦ : અન્ન નાગરિક અને ગ્રાહકોની બાબતોના વિભાગ ગાંધીનગર તા. ૧૦-૫-૨૦૧૮ના પરીપત્રથી બીજા બતકકામાં તમામ જીલ્લા મુખ્ય મથકોમાં એ.પી.એલ કેટેગરીના નોનગેસ કાર્ડધારકાને છ માસના સમયગાળા બાદ એટલે કે તા.૦૧-૧૨-૨૦૧૮થી કેરોસીનનો જથ્થો બંધ કરવાનો સરકારશ્રીએ નિર્ણય લીધેલ છે.

આથી ખંભાળીયા શહેરમાં એ.પી.એલ કેટેગરીના કાર્ડધારકો કે જેઓ હાલમાં રાહત ભાવનું કેરોસીન મેળવે છે, તેઓને માહે ૧ ડીસેમ્બર-૨૦૧૮થી કેરોસીનનો જથ્થો આપવાનું બંધ કરવાનો નિર્ણય લીધેલ હોવાથી તમામ નોનગેસ એ.પી.એલ કાર્ડધારકને સ્વૈચ્છિક રીતે એલ.પી.જી. અથવા પી.એન.જી કનેકશન સ્વખર્ચે માહે ૩૦ નવેમ્બર-૨૦૧૮ સુધીમાં મેળવી લેવા જણાવવામાં આવે છે.

(11:40 am IST)