Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ઉના ગીરગઢડા તા.પં.માં ભાજપનું શાસન યથાવત : ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા

ઉના, તા. ર૦ : ઉના ગીરગઢડા તાલુકા પંચાયતમાં ભાજપ શાસન જાળવી રાખ્યું. બન્નેમાં પ્રમુખ-ઉપપ્રમુખ કારોબારી ચેરમેન ભાજપના વિજેતા થયા .

ઉના તાલુકા પંચાયતમાં બીજા અઢી વરસના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી તાલુકા પંચાયતના સભ્ય ખંડમાં યોજાઇ હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડની મહેેનતથી પ્રમુખ તરીકે વિરાભાઇ માંડણભાઇ સોલંકી તથા ઉપપ્રમુખ તરીકે લાખીબેન બહુમતીથી વિજેતા બન્યા હતાં. જયારે કારોબારી ચેરમેન તરીકે પ્રભાબેન કીડેચાની વરણી કરાઇ હતી.

ગીરગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ૧૮ સભ્યો પૈકી ૧૭ સભ્યો હાજર રહ્યા હતાં. મતદાન થતા પ્રમુખ તરીકે ગીતાબેન જગદીશભાઇ દોમડીયાને ૧૦ મતો મળતા વિજેતા થયા હતાં. ઉપપ્રમુખ તરીકે બાલુભાઇ લખમણભાઇ કિડેચા વિજેતા થયા હતાં. આ ચૂંટણીમાં કોંગ્રેસેને ૬ મતો મળેલ હતા.

એક અપક્ષે કોઇને પણ મત ન આપી તટસ્થ રહ્યા હતાં. એક અપક્ષ સભ્ય ગેરહાજર રહ્યા હતાં. આમ બન્ને તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન જળવાઇ રહ્યું હતું.

(11:39 am IST)