Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

સુત્રાપાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ જાહેર

પ્રભાસપાટણઃ સુત્રાપાડા તાલુકા પંચાયતમાં અઢી વર્ષ બાદ પ્રમુખ બદલવાના હોય તે અંગે પ્રમુખ અનુ.જાતિ અનામત આવતા પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ જાહેર થયેલ છે. સુત્રાપાડા તાલુકા પંચાયતમાં ભાજપ તરફથી પ્રમુખ તરીકે હરીભાઈ મંગાભાઈ વાળા અને ઉપપ્રમુખ તરીકે બચુભાઈ રામભાઈ મેર આ બન્ને ફોર્મ આવેલ હતા, સામે પક્ષે કોઈ ફોર્મ ન ભરતા પ્રમુખ પદે હરીભાઈ મંગાભાઈ વાળા અને ઉપપ્રમુખ પદે બચુભાઈ રામભાઈ મેર બિનહરીફ જાહેર થયેલ. આ તકે તાલુકા પંચાયતના ૧૪ સભ્યોએ હાજરી આપેલ હતી અને સરકારી પ્રતિનિધિ જીલ્લા પુરવઠા અધિકારી અને સુત્રાપાડા તાલુકા વિકાસ અધિકારી તેમજ કર્મચારીઓ હાજર રહેલ હતા તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ દેવાભાઈ રાઠોડ-પ્રભાસપાટણ)

(11:37 am IST)