Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

સરધારના સરપંચને ડી.ડી.ઓ.ની નોટીસ

સરપંચે ખોટી રીતે ડીમોલીશન કર્યાની રજુઆત

રાજકોટ તા.૧૯: સરધારના સરપંચ પીન્ટુ ઢાંકેચા વહીવટમાં ગેરરીતિના આરોપસર જિલ્લા વિકાસ અધિકારીએ શા માટે પગલા ન લેવા? તેવા મતલબની શોકોઝ નોટીસ આપી છે. મારબલ અને સ્ટોનની ખરીદી અન્ય ચૂકવણામાં નીતિનિયમ ભંગ, શોૈચાલય બાંધકામનું ચુકવણું, ગ્રામ પંચાયતમાંથી અનઅધિકૃત રીત દાખલા કાઢી આપવા, કેબીન ધારકોને આપેલી ભાડાચિઠ્ઠી વગેરે મુદ્દા નોટીસમાં આવરી ૭ દિવસમાં ખુલાસો કરાવ જણાવેલ છે.

સરધારમાં ભાડાપટ્ટાની કેબીનો, દુકાનો, હટાવવા પંચાયતે કરેલ ડીમોલીશન ગેરકાયદેસર હોવાની રજુઆત સબંધીત અરજદારોના નામથી જિલ્લા કલેકટરને કરવામાં આવેલ છે.

(11:35 am IST)