Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

મોરબી તાલુકાનાં ચાંચાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધરતીપુત્રોને અનેક સમસ્યા

ચાંચાપર તા.૨૦ : હમણા હમણા છેલ્લા ઘણા સમયથયા મોરબી તાલુકાના ચાંચાપર ખાનપર, થોરાળા, માણેકવાડી, વાવડી મોટી વગેરે આસપાસના ગ્રામ્ય પંથકના ધરતીપુત્રો માથે આફતના વાદળો ઘેરાયા હોવાનું જાણવા મળે છે.

તપાસ કરતા જાણવા મળે છે કે, આ પંથકના ખાતેદાર ખેડુતોએ જેના વાડીપડામાં પાણીની સગવડતા છે તેવા ધરતીપુત્રોએ વરસાદ પહેલા કપાસ વગેરે થાપણીયા વાવેતરો કર્યા છે પણ ખાટલે મોટી ખોટ એ છે કે ખેતીવાડીની વિજળી ટાઇમસર અપાતી નથી !! ખેતીવાડીની વિજળી ગયા પછી ત્રણ ત્રણ ચાર ચાર કલાક અપાતી નથી. પરિણામે વિજતંત્રના વાંકે ખેડુત વર્ગને હેરાનગતી ભોગવવી પડે છે. દિવસ પાળી હોય કે રાત્રી પાળી હોય ટાઇમસર વિજળી અપાતી નથી. ગુલ થયા પછી રીપેરીંગ માટે તસ્દી લેવાતી નથી !!

તેમજ રોજ ભુંડનો પણ અનહદ ત્રાસ વધી ગયો છે. વિજતંત્રે ધ્યાન આપવાની જરૂરત હોવાનું સંભળાય છે.

(11:34 am IST)