Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખપદે કોંગ્રેસના મધુબેન સંઘાણી બિનહરીફ

ટંકારા તા ૨૦ : તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે શ્રમતી મધુબેન અશોકભાઇ સંઘાણી તથા ઉપપ્રમુખ તરીકે શ્રીમતી મંજુબેન વિનુભાઇ ડાંગર બિનહરીફ વરાયા છે. જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોમાં પ્રમુખ પદ માટે સતાની તાણ ખેંચ થઇ રહેલ છે ત્યારે ટંકારા તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ ની પસંદગી શાંતિપૂર્ણ થયેલ છે.

ટંકારા તાલુકા પંચાયત કોંગ્રેસની છે તેમાં સોળ સભ્યો છે હાલ ભુપેન્દ્રભાઇ દામજીભાઇ ગોધાણી પ્રમુખ પદ ેછેતેમની અઢી વર્ષની મુદત પુરી થાય છે.

નવા તાલુકા પંચાયત પ્રમુખ પદની સીટ મહીલા અનામત ની છે. આજે શ્રીમતી મધુબેન અશોકભાઇ સંઘાણી એ પ્રમુખ પદ માટે તથા શ્રીમતી મંજુબેન વિનોદભાઇ ડાંગરે ઉપ સરપંચ પદ માટે ફોર્મ ભરી તાલુકા વિકાસ અધિકારી ગૌતમભાઇ ભીમાણી પાસે ઉમેદવારી નોંધાવેલ. આ પ્રસંગે હાલના તાલુકા પંચાયતના પ્રમુખ

(11:33 am IST)