Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

વાંકાનેર અમરસર ફાટક પાસે ભી્ક્ષુક જેવા અજાણ્યા યુવકની લાશ મળી : વાલી વારસોની શોધખોળ

વાંકાનેર તા ૨૦ :  વાંકાનેર-રાજકોટ રોડ ઉપર અમરસર ફાટકથી થોડે દુર ગળકાલે મોડી સસાંજે અજાણ્યા યુવકની લાશ મળી આવતા પોલીસે કબજે કરી પી.એમ. ની કાર્યવાહી સાથે તેના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે.

વાંકાનેર થી થોડે દુર અમરસર ફાટકથી રાજકોટ તરફ જતા માર્ગ ની ઝાડી પાછળ ભીક્ષુક ફકીર જેવો લાગતા આશરે ૨૫ થી૩૦ વર્ષની ઉમરના યુવકની લાશ પડી હોવાનુંં ગઇ કાલે સાંજે ૭.૦૦ વાગ્યે શહેર પોલીસમાં જાણ થતાં પી.એસ.આઇ. ધાંધલ, એ.એસ.આઇ. નરશીભાઇ પારધી સહીતનો સ્ટાફ ઘટના સ્થળેખોડી ગયેલ અને લાશનો કબજો સંભાળી પી.એમ. માટે સરકારી હોસ્પીટલે અસડેલ છે. મૃતક યુવકનું વર્ણન કરતા પોલીસે જણાવેલ છે કે ભીક્ષુક જેવા ફકીર જેવો લાગતા યુવક શ્યામ વર્ણા છે અને તેને સફેદ લેંઘો અને સફેદ ઝભ્ભો પહેર્યો છે. આ અજાણ્યા યુવકના વાલી વારસ ની શોધખોળ શહેર પોલીસે આદરી છે. ઉપરોકત વર્ણન ધરાવતા યુવકના  વાલી વારસ હોય તો તેઓ એ ઉપરોકત પોલીસ અધિકારીશ્રી નો ફોન નં.(૦૨૮૨૮)૨૨૦૫૫૬ ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે.

(11:29 am IST)