Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

માંડવીના શેરડી ગામે શિક્ષકે ઠપકો આપતા તરૂણ વિદ્યાર્થીનો આપઘાત

ભુજ તા.૨૦: માંડવીના શેરડી ગામે લેસન બાબતે શિક્ષક દ્વારા અપાયેલા ઠપકાને પગલે વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા અરેરાટી છવાઇ છે દસમાં ધોરણમાં ભણતા રામ દામજીભાઇ સંઘાર નામના તરૂણ વિદ્યાર્થીએ પોતાના ઘેર લાકડાની આડીમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. મૃતક ભાડઇ ગામની માધ્યમિકશાળામાં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીના પિતાએ લેસન બાબતે મળેલા ઠપકાને પગલે પોતાના પુત્રએ આપઘાત કર્યો હોવાનું જણાવીને શિક્ષકો ઉપર ઠપકામાં આક્ષેપ મુકયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:29 am IST)