Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

સોનગઢ ખાતે બાહુબલી મુનિવરની પ્રતિમા પ્રસ્થાપિત કરવાની પ્રક્રિયા

ઇશ્વરીયા તા. ર૦ :.. સોનગઢ ખાતે અગાઉ યાંત્રિક કારણોસર અટકેલ બાહુબલી મુનીવરની પ્રતિમા પ્રસ્થાપિત કરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જંબુધિપ-બાહુબલી સંકુલમાં સાદગી સાથે આયોજન થયેલ છે.

ગોહીલવાડના ગૌરવવંતા તીર્થસ્થાન સુવર્ણપુરી સોનગઢ ખાતે અગાઉ અક્ષય તૃતિયા પર્વ બાહુબલી મુનીવરની વિશાળ પ્રતિમા આરોહણ કરવા માટે મુહૂર્ત કરાયુ હતું પરંતુ યાંત્રિક કારણોસર પ્રતિમાને જેમાં ગોઠવાયેલ તે લોખંડના ચોકઠાના હુક તૂટવાથી પ્રતિમા ઉચકી શકાઇ ન હતી.

આ દરમિયાન આ ચોકઠાને વધુ મજબુત બનાવવા ઇજનેરો દ્વારા કામગીરી કરવામાં આવી છે અને મંગળવારે  તેની ઉચકવાની ચકાસણી કરી લેવાઇ છે.

બાહુબલી મુનિવરની ૪૦૦ ટન અખંડ પાષાણમાંથી કંડારાયેલ પ્રતિમા અહીં નિર્માણ કરાયેલ પ૧ ફુટ ઊંચા પહાડ પર પ્રસ્થાપિત કરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જેમાં કેટલાક મુમુક્ષ ભાઇઓ-બહેનો જોડાયા છે.

જંબુધિપ-બાહુબલી સંકુલમાં મૂર્તિ સ્થાપનની ચકાસણી (આ લખાય છે ત્યારે) થઇ ચુકી છે. જે સાદગી સાથે (આ પ્રકાશિત થશે ત્યારે) આયોજન થયુ છે. ભારે આસ્થા અને ભાળ સાથે મુમુક્ષુ  ભાઇઓ-બહેનો મર્યાદીત સંખ્યામાં જ રહ્યા છે. જો કે આગામી શ્રાવણ માસ દરમિયાન પ્રતિમા - મૂર્તિ પૂજનની મુખ્ય વિધી યોજાશે. તેમ જણાવાયું છે.

(11:27 am IST)