Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ઉપલેટા તાલુકા પંચાયતમાં પ્રમુખપદે કોંગ્રેસના જયાબેન ડાંગર, ઉપપ્રમુખ નશીમાબેન સુમરા બિનહરીફ

ઉપલેટા તા.૨૦: તાલુકા પંચાયતમાં ગત ટર્મમાં કોંગ્રેસના પ્રમુખ તરીકે લાખાભાઇ ડાંગર કાર્યરત હતા તેઓની અઢી વર્ષની મુદત પુરી થતા આજે નવા પ્રમુખ,ઉપપ્રમુખ(મહિલા અનામત) ચૂંટવા માટે ચૂંટણી યોજાઇ હતી.

તાલુકા પંચાયતના ૧૮ સભ્યોમાંથી એક સીટ ઢાંકની ખાલી હતી બાકીના ૧૭ સભ્યોમાંથી કોંગ્રેસના ૧૬ સભ્યો અને એક સભ્ય ભાજપ નો હતો હાલની તાલુકા પંચાયત ધારાસભ્ય લલીતભાઇ વસોયાની રાહબરી નીચે લાખાભાઇ ડાંગર ચલાવી રહયા હતા.

કોંગ્રેસના જયાબેન લાખાભાઇ ડાંગરનું પ્રમુખ તરીકે અને નશીમાબેન સુમારભાઇ સુમરાનું ઉપપ્રમુખ તરીકે ફોર્મ ભર્યા હતા. જયારે સમય મર્યાદામાં કોઇ અન્ય ફોર્મ ન આવતા કોંગ્રેસના આ બન્ને ઉમેદવારો ચુંટાઇ ગયેલ છે. પરંતુ સતાવાર જાહેરાત આજે સાંજે ૪ વાગ્યે ચૂંટણી અધિકારી કરશે.

(11:25 am IST)