Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

અમરેલી જિલ્લાની ૧૧ તાલુકા પંચાયત ઉપર કોંગ્રેસનો પંજોઃ પરેશ ધાનાણી અને કોંગ્રેસ કાર્યકરોની મહેનત રંગ લાવી

અમરેલીઃ પાટીદારોના ગઢ ગણાતા અમરેલી જિલ્લાની તમામ 11 તાલુકા પંચાયત પર કોંગ્રેસ પાર્ટીએ કબજો કરી લીધો છે. તમામ બેઠક પર વિજય મળતા કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહમાં છે અને આ પરિણામની ફટાકડા ફોડીને કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ટોટલ 11 તાલુકા પંચાયતમાંથી પહેલા કોંગ્રેસ પાસે 9 તાલુકા પંચાયત હતી અને 2 તાલુકા પંચાયત પર BJPનું રાજ હતું, પરંતુ BJPની બે તાલુકા પંચાયત પણ આ વખતે કોંગ્રેસે આંચકી લીધી હતી અને તમામ તાલુકા પંચાયત પર કોંગ્રેસનો પંજો લાગ્યો હતો. 

11 તાલુકા પંચાયતમાંથી 7 તાલુકા પંચાયત પર બિનહરીફ કોંગ્રેસના ઉમેદવારની પસંદગી થઈ હતી. જાફરાબાદ અને રાજુલા તાલુકા પંચાયત BJP પાસે હતી, પરંતુ પરેશ ધાનાણી અને કોંગ્રેસના કાર્યકરોએ મહેનત કરીને આ બે બેઠકો પણ BJP પાસેથી આંચકી લીધી હતી.

(9:23 am IST)