Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

નવાગામ (જાંબુડા)માં કેબલ વાયરની ચોરી કરનાર બે શખ્‍સો ઝડપાયાઃ રાજકોટ સહિત ૧૬ ગુન્‍હાઓમાં બન્‍ને સામેલ

અમરેલી,તા. ૨૦ : સાવરકુંડલા, તાલુકાના નવાગામ (જાબુંડા) ગામે મોદા રોડ ઉપર આવેલ મંદિરની સામે ઘુસાભાઇ કાનાભાઇ વાણીયા, (ઉવ.૫૨) વાળાએ ગામની પાણીની મોટરનો કેબલ વાયર ૧૮૦૦ ફુટ કિં.રૂા. ૭૦,૦૦૦ નો રાખેલ હતો. જે કોઇ ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે સાવરકુંડલા રૂરલ પો.સ્‍ટે.એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૩૨૨૦૩૦૪/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી.થયેલ હતો. ભાવનગર રેન્‍જ આઇ.જી. અશોક કુમારે ભાવનગર રેન્‍જના જિલ્લાઓમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહે વણશોધાયેલ ગુનાઓ ડીટેકટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું. અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. આર.કે.કરમટા, પો.સ.ઇ.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમને મળેલ બાતમી હકિકત આધારે ખડસલી ગામ પાસે, વિજપડી રોડ ઉપરથી બે ઇસમોને મારૂતિ ફ્રન્‍ટી કાર સાથે ઉપરોકત ચોરીમાં ગયેલ કેબલ વાયર સાથે પકડી પાડવામાં  સફળતા મળેલ છે. પકડાયેલ આરોપીઓ (૧) પ્રવિણ બાધાભાઇ પરમાર (ઉવ.૩૦) રહે. ગોરડકા, (૨) ચીમન પાંચાભાઇ વાઘેલા (ઉવ.૩૧) રહે. વિજપડી પાસેથી કેબલ વાયર ૧૫૦૦ ફુટ કિ.રૂા. ૫૨,૫૦૦ તથા મારૂતિ ફ્રન્‍ટી કાર રજી.નં. જી.જે.૦૪-ડી.૨૯૨૮ કિ.રૂાફ ૨૦,૦૦૦ મળી કુલ રૂા. ૭૨,૫૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરેલ છે. જેમાં પ્રવિણ સામે ભૂતકાળમાં ૧૨ તથા ચીમન સામે ૪ ગુન્‍હા નોંધાયા છે. જેમાં રાજુલા પો.સ્‍ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૦૧૬૨૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ.જેમાં પ્રદ્યુમનનગર (રાજકોટ શહેર ) પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૨૦૮૦૪૪૨૦૧૫૭૫/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુન્‍હો છે.

(1:49 pm IST)