Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

વધતા ભાવ વચ્‍ચે જુનાગઢમાં રીક્ષામાંથી રાંધણગેસના સિલીન્‍ડરની ઉઠાંતરી

અજાણ્‍યા શખ્‍સ સામે ફીરયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૦ : રાંધણ ગેસનાં સિલિન્‍ડરના ભાવ સતત વધી રહયા છે ત્‍યારે જુનાગઢમાં રીક્ષામાંથી રાંધણગેસના સિલીન્‍ડરની ચોરી કરીને એક શખ્‍સ નાસી ગયો હતો.

અત્રે હાથીખાના ડેલામાં રહેતા ડીલીવરીમેન મજીદખાન નુરમહમદ પઠાણ ગુરૂવારે બપોરના અહિંના ગાંધી ચોકમાં ગેસના બાટલા ભરેલી રીક્ષા રાખીને કપડા લેવા ગયા હતા.

ત્‍યારે પાછળથી એક અજાણ્‍યો શખ્‍સ રીક્ષામાંથી એચ.પી. કંપનીનો રૂા.૧૩૦૦ની કિંઁમતનો સિલીન્‍ડર ચોરીને નાસી ગયો હોવાની ફરિયાદ થતા બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. 

(1:43 pm IST)