Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

જુનાગઢ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ વિવિધ પ્રશ્નો ઉકેલ આવતા સરકારનો આભાર વ્‍યકત કર્યો

જુનાગઢ : જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા મુખ્‍ય ૮ પ્રશ્નો વર્ષોથી ચાલતા હતા. જે એક સાથે બધા જ પ્રશ્નો સરકારશ્રી દ્વારા સુખદ ઉકેલ આવતા મુખ્‍યમંત્રી શિક્ષણમંત્રી નાણામંત્રી તથા સરકારના જિલ્લામાં આનંદ ઉત્‍સવ અને આભાર માનવા માટે સંકલન સમિતિ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્‍યાયની ઉપસ્‍થિતિમાં શહેર ભાજપના પ્રમુખ પુનીતભાઇ શર્માનો આભાર વ્‍યકત કરવામાં આવ્‍યો હતો. આ તકે માધ્‍યમીક શિક્ષક સંઘના પ્રમુખ નિલેષભાઇ  સોનારા તથા ઉચ્‍ચ માધ્‍યમીક શિક્ષક સંઘના પ્રમુખ વેજાભાઇ પીઠીયા માધ્‍યમીક શિક્ષક સંઘના મહામંત્રી અશ્વિનભાઇ ચાવડા તેમજ ગોપાલભાઇ પટાટ તથા કે.ટી.ગૌતમી સહિત શિક્ષક  મિત્રો ઉપસ્‍થિત રહયા હતા અને પુનીતભાઇ શર્માનું શાલ ઓઢાડી મા સરસ્‍વતીની છબી આપી સન્‍માન કર્યુ હતુ. તેમજ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્‍યાયને પુષ્‍પગુચ્‍છ આપી મીઠુ મોઢુ કરાવતા નિલેષ સોનારા તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્‍વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ) 

(1:12 pm IST)