Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

કચ્છના રાપરમાં ભરવાડ સમાજના પ્રથમ સમુહલગ્ન પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ શુભેચ્છાઓ આપી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦ : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષઙ્ગ ડો. નીમાબેન આચાર્ય એ પલાંસવા તા. રાપર ખાતે ભરવાડ સમાજ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપી હતી. આ પ્રસંગે ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતુ કે, સમૂહ લગ્નોત્સવ સમાજની એકતા અને અખંડતાને સુનિશ્યિત કરે છે.

સમૂહ લગ્ન સમાજના પરિવારો માટે આર્થિક રીતે પણ લાભદાયી બને છે. સમગ્ર સમાજની ઉપસ્થિતિ બધા માટે પ્રેરક બની રહે છે. ડો. નીમાબેને આ પ્રસંગે પોતાના દામ્પત્ય જીવનનો નવો અધ્યાય પ્રારંભ કરી રહેલ વર વધુઓને હ્રદયપૂર્વક આશીર્વાદ આપી શુભકામનાઓ પાઠવી હતી.

તેમની સાથે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૃલબેન કારા, અમૂલ ડેરીના વાઇસ ચેરમેન અને કચ્છ ભાજપના મહામંત્રી વલમજીભાઈ હુંબલ, ભાજપના યુવા અગ્રણી ધવલ આચાર્ય જોડાયા હતા. ભરવાડ સમાજ દ્વારા વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યનું સન્માન કરાયું હતું.

(12:39 pm IST)