Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

રીબડામાં પૂ. રમેશભાઇ ઓઝાનું રજવાડી સામૈયુ : જાડેજા પરિવારને આશિર્વાદ પાઠવ્‍યા

જુનાગઢ : રીબડા ખાતે પૂર્વ ધારાસભ્‍ય મહિપતસિંહ ભાવુભાબાપુ જાડેજા પરિવાર દ્વારા શ્રી મહારાજ હનુમાનજી મંદિરે આજથી પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે. ગઇકાલે સાંજે રીબડા ખાતે પૂ. ભાઇશ્રીની પધરામણી થતા તેઓનું ઢોલ-નગારા સાથે વાજતે ગાજતે ઘોડાની ભવ્‍ય બગીમાં બેસાડી સામૈયુ કરાયુ હતુ અને ભાઇશ્રી હનુમાનજી મંદિરદર્શન કર્યા બાદ શ્રી અનિરૂધ્‍ધસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા, રાજયદિપસિંહ જાડેજા તથા સત્‍યજીતસિંહ જાડેજા અને સમગ્ર જાડેજા પરિવારને પૂ. ભાઇશ્રી એ આશીર્વાદ પાઠવ્‍યા હતા. (અહેવાલ વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(12:35 pm IST)