Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

જામનગરમાં જુગારનો અખાડો ઝડપાયો : ૪ ની અટક : બે ફરાર

જામનગર તા.ર૦ : શહેરમાં રાજપાર્ક પાછળ, રાધાકૃષ્‍ણ પાર્કમાં રહેતા અજયરાજસિંહ સુરેન્‍દ્રસિંહ સોલંકી જુગાર રમી રમાડે છે. જે હકિકત આધારે રેઇડ કરતા  પો. હેડ કોન્‍સ. હરદીપભાઇ ધાધલ ફરીયાદ આપતા પો.ઇન્‍સ. કે.કે.ગોહિલનાઓએ (૧) અજયરાજસિંહ સુરેન્‍દ્રસિંહ સોલંકી રહે. રાધાકૃષ્‍ણ પાર્ક, રાજાપાર્ક પાછળ (જામનગર રમાડનાર) (ર) નરશીગર જેઠીગર ગોસાઇ રહે રમણપાર્ક શેરી નં.૭ રાજપાર્ક પાછળ (૩) ધર્મેન્‍દ્રલાલ મોહનલાલ કુંડલીયા રહે. સુભાષ માર્કેટ, કુંડલીયા ફળી ભોયના ઢાળીયા પાસે (૪) નિલેશભાઇ વલ્લભભાઇ પઢીયાર રહે. આણંદાબાવાના ચકલા પાસેથીફળીને ઝડપી લીધા હતા અને (પ) બશીરભાઇ ઉર્ફે બલો રહીમભાઇ મેતર રહે. કાલાવડ નાકા બહાર ટીટાફળી. (૬) લાલસુર ઉર્ફે લાલો હિરાભાઇ ઘોડા ચારણ રહે. મોડપર ગામ ફરાર  થઇ ગયા હતા જયાંથી (૧) રોકડ રકમ રૂા.૩૯,૯૦૦ રોકડા કબ્‍જે કર્યા હતા.

આ કાર્યવાહી ઇન્‍ચાર્જ પો.સ.ઇ. આર.બી.ગોજીયાનાઓ તથા એલસીબી સ્‍ટાફના સંજયસિંહ વાળા હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, અશોકભાઇ સોલંકી,નાનજીભાઇ પટેલ, હિતેન્‍દ્રસિંહ જાડેજા, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ  ધાધલ, વનરાજભાઇ મકવાણા ધાનાભાઇ મોરી, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ઘનશ્‍યામભાઇ ડેરવાડીયા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, ધર્મેન્‍દ્રસિંહ જટુભા જાડેજા, સુરેશભાઇ માલકીયા, રાકેશભાઇ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, ભારતીબેન ડાંગરા, લખમણભાઇ ભાટીયા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા દયારામભાઇ ત્રિવેદી  દ્વારા કરવામાં આવેલ છે.

(11:28 am IST)