Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ઉનાના ઉમેજ ગામનો યુવાન સુરતમાંથી ચોરી કરેલ બાઇક સાથે ઝડપાયો

ઉના તા. ર૦ :.. પોલીસે વાવરડા ગામેથી સુરતમાંથી ચોરી કરેલ એકટીવા મોટર સાયકલ સાથે તાલુકાના ઉમેજ ગામનાં યુવાનને પકડી મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્‍યો છે.

ઉના પોલીસ ઇન્‍સ્‍પેકટર મસીની સુચનાથી વાહન ચોરીનો ભેદ ઉકેલવા સર્વેલન્‍સ સ્‍ટાફ પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ પી. પી. બાંભણીયા પો. કો. ધર્મેન્‍દ્રસિંહ હરરાજભાઇ, પો. કે. ભીખુશા બચુશા પેટ્રોલીંગમાં હતાં ત્‍યારે વાવરડા ગામે પહોંચતા એક સફેદ કલરનું એકટીવા સ્‍કુટર જી. જે. ૦૪-કયુ.યુ. પ૩પ૬ ઉપર નીકળેલ દિલીપભાઇ ભીમભાઇ ગોહીલ રે. ઉમેજ તા. ઉના વાળાને રોકી મોટર સાયકલના કાગળો માંગી પુછપરછ કરી હતી.

આ યુવાને પોલીસને કબુલાત આપેલ કે આ એકટીવા તા. ર૯-૮-ર૦ર૧ નાં સુરત ઘનશ્‍યામનગર શેરી નં. ૧ર માંથી ચોરી હોવાનું કબુલ કરતા રૂા. ર૦ હજારની મોટર સાયકલ સાથે ઉના લાવી સુરત વરાછા પોલીસનો સંપર્ક કરતા મોટર સાયકલ ચોરીનો ગુનો દાખલ થયેલ હતો તેથી સુરત પોલીસને જાણ કરતા આરોપીને લેવા આવી રહી છે. ઉના પોલીસની સર્તકતાથી સુરતનો વાહન ચોરીનો ગુનાનો ભેદ ઉકેલી સફળતા મેળવી હતી.

(10:52 am IST)