Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

કુંવરજીભાઇ બાવળિયા કોળી સમાજના સર્વોપરી નેતા : અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી દૂર કયારેય દૂર કરી ન શકાય

સમાજના અમુક બની બેઠેલા અગ્રણીઓ દિવાસ્‍વપ્‍ન જોવાનું બંધ કરે : બાબરા તાલુકા કોળી સમાજના અગ્રણી નિતીન રાઠોડ દ્વારા આકરો જવાબ અપાયો

(દિપક કનૈયા દ્વારા)બાબરા,તા. ૨૦: અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી રાજયના પૂર્વ કેબિનેટ પ્રધાન કુંવરજીભાઈ બાવળિયાને દૂર કરવામાં આવતા તેના ઘેરા પ્રત્‍યાઘાત કોળી સમાજમાં પડ્‍યા છે સમાજના અગ્રણીઓ અને લોકોએ આ ઘટનાને સખ્‍ત શબ્‍દોમાં વખોડી કોળી સમાજનાᅠ બંધારણ ના નિયમોને અવગણી અખિલભારતીય કોળી સમાજ અધ્‍યક્ષ સ્‍થાને બેઠેલા અજિત પટેલ ને સાન માં સમજી જવા સંદેશ આપી સૌરાષ્ટ્રના કોળી સમાજના લોકો અને આગેવાનોએ અજિત પટેલ ને જડબાતોડ જવાબ આપ્‍યો છે

ત્‍યારે બાબરા તાલુકા કોળી સમાજના અગ્રણી નીતિનભાઈ રાઠોડ દ્વારા પણ બની બેઠેલ કોળી સમાજના પ્રમુખને પત્ર પાઠવી જણાવ્‍યું હતું કે રાજયના પૂર્વ કેબિનેટ પ્રધાન ભારતીય કોળી સમાજના પ્રમુખ સર્વોપરી છે અને રહેવાના છે તેમને દૂર કરવા વાળા માત્ર સ્‍વપ્‍ન જોવાનું રહેછે કારણ કે કુંવરજીભાઈ બાવળિયા સાથે સૌરાષ્ટ્ર ગુજરાત સહિત સમગ્ર ભારત દેસના કોળી સમાજના અગ્રણીઓ અને લોકો સાથે છે ત્‍યારે તેમને પદ પર થી દુર કેવી રીતે કરી શકાય.

સુરતની ઘટનામાંથી બોધપાઠ મેળવી અજિત પટેલ દ્વારા આવી હરકતોથી દૂર રહેવું જોઈએ તેવું જણાવી કુંવરજીભાઈ બાવળિયા કોળી સમાજના સર્વોપરી નેતા છે અને રહેછે તેઓ માત્ર કોળી સમાજના નહિ પણ દરેક સમાજના કામો પુરી ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે.

(9:52 am IST)