Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

વાંકાનેરમાં જનરલ સ્ટોરમાં ચોર ખાબકયા તસ્કર ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ

તસ્વીરમાં જયાં ચોરી થઇ તે જનરલ સ્ટોરની દુકાન નજરે પડે છે. (તસ્વીર : નિલેશ ચંદારાણા વાંકાનેર)

વાંકાનેર તા. ર૦ :.. વાંકાનેર - ચંદ્રપુર રોડ ઉપર આવેલ કિશાન સુપર માર્કેટમાં ગત મધ્ય રાત્રીના શટર તોડી તસ્કરો ત્રાટકયા હતાં. અને પાંચેક હજારની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં.

વાંકાનેર શહેરમાંથી નિકળતા જ ચંદ્રપુર રોડ ઉપર આવેલ. વઘાસીયા ગામના રહીશ મકબુલભાઇ વલીભાઇ બાદીની માલીકીનો કિશાન સુપર માર્કટ નામનો મોટો જનરલ સ્ટોર આવેલ છે. ગત મધ્ય રાત્રીના આ સુપર માર્કેટને તસ્કરોએ નિશાન બનાવી દુકાનનું હેવી શટર વચ્ચેથી બેન્ડવાળી જગ્યા કરી દુકાનમાં પ્રવેશ્યા હતા અને ટેબલના ખાના વેર વિખેર કરી નાખ્યા છે તેમજ ટેબલના ખાનામાં રહેલા અંદાજે રૂપિયા પાંચેક હજાર છૂટા અને પરચુરણ તસ્કરો ચોરી ગયા હતાં.

સુપર માર્કેટના સીસી ટીવીમાં તસ્કરો કેદ થયા હોવાનું અને રાત્રીના ત્રણેક વાગ્યે આવ્યા હોવાનું સીસી ટીવીમાં દેખાતું હોવાનું પ્રોપરાયટર મકબુલભાઇ બાદીએ જણાવેલ.

(12:59 pm IST)