Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

કચ્છના રાપર તાલુકાના પલાસવામાં સાથે જુગાર રમતા ભાજપ - કોંગ્રેસના આગેવાનો સહિત ૬ ઝડપાયા

 ભુજ તા. ૨૦ : પૂર્વ કચ્છ એલસીબીએ રાપરના પલાસવા ગામે દરોડો પાડીને કોંગ્રેસ તેમ જ ભાજપના આગેવાનો સહિત ૬ ખેલીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ વિરુદ્ઘ કાયદેસર કાર્યવાહી કરીને આડેસર પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.

એલસીબીએ આ જુગારીઓ પાસેથી રોકડા રૂ. ૩૮૪૩૦ તથા મો.સા.-૧ કી. રૂ.૨૦૦૦૦ મોબાઈલ ફોન-૬ કી. રૂ.૨૭૫૦૦ એમ કુલ ૮૫,૯૩૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ પૈકી (૧) લખમણ નારણભાઇ સોલંકીઙ્ગ (૨) અરવિંદ ધારશીભાઈ લુહાર (૩) મહેશ ધારશીભાઈ લુહાર (૪) વેલજી ઉર્ફે પેથાભાઈ ડાયાભાઇ સોલંકી (૫) રામજી હીરાભાઈ પ્રજાપતિ (૬) ગણેશ જેમલભાઈ ઉમટ, રહે. તમામ પલાસવા, તા. રાપર નો સમાવેશ થાય છે. આરોપીઓ પૈકી લખમણ સોલંકીએ રાપર તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્ય છે. જયારે બીજા આરોપી પેથાભાઈ ઉર્ફે વેલજીભાઈ સોલંકી ભાજપના આગેવાન છે અને રાપર તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય રહી ચૂકયા છે.

આ કામગીરીમા એમ.એસ.રાણા, પોલીસ સબ ઇન્સ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફનાં એએસઆઇ હરપાલસિંહ જાડેજા,પોલીસ હે.કો. મહેન્દ્ર સિંહ બી. જાડેજા,પો.કોન્સ. હેતુભા ભાટી જોડાયા હતા.

(4:24 pm IST)