Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

દ્વારકાધીશ મંદિરમાં ચેકીંગ દરમ્યાન મોબાઇલ લઇ જવાની ના પાડતા જીઆરડીની મહિલા પર વડોદરાના પરિવારનો હુમલો

ખંભાળીયા તા. ર૦ : દ્વારકાધિશ મંદિરમાં સુરક્ષાને ધ્યાને લઇ મોબાઇલ લઇ અંદર પ્રવેશવા માટેનો પ્રતિબંધ હોવા છતાં અનેક વખત મોબાઇલ તથા કેમેરા અંદર લઇ જવાના બનાવો સામે આવ્યા છે. ગત તા.૧૯ ના રોજ દ્વારકાધીશ મંદિરના છપ્પન સિડી પાસે જીઆરડીમાં ફરજ બજાવતા નિરૂબેન કારાભાઇ માણેક (ઉ.ર૬) પોતાની ફરજ દરમ્યાન ચેકીંગ કરતા હોય તે સમયે વડોદરાથી દ્વારકા દર્શને આવેલા પરિવારના ત્રણેક સભ્યોને ચેકીંગ કરી જવા દીધેલ હોય જયારે પરિવારની એક મહિલાના પર્સમાં મોબાઇલ ફોન હોવાથી ફોન બહાર જમા કરાવવા માટે જણાવેલ જે ફોન અંદર આપી દેશું તેવી રકઝક કરી મહિલાનો પીતો જતાં પર્સમાંથી મોબાઇલ કાઢી ફરીયાદી જીઆરડી મહિલા પર ઘા કરતા અન્ય પરિવારના સભ્યો દોડી આવી ફરીયાદી જીઆરડી મહિલાને ઢીકાપાટુનો માર મારી આંગળીમાં ફેકચર જેવી ઇજાઓ કરતા અરવીબેન રાજેન્દ્રકુમાર જોશી, આસ્થા રાજેન્દ્રકુમાર જોષી, સત્વકુમાર રાજેન્દ્રકુમાર જોષી રહે. તમામ વડોદરા વિરૂદ્ધ સરકારી ફરજમાં રૂકાવટ કર્યાનો ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

(4:17 pm IST)