Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ધ્રાંગધ્રામાં પંચરની દુકાનવાળા મુસ્લિમ યુવકના ઘર ઉપર ફાયરીંગ

સુરેન્દ્રનગરમાં વાહન ચલાવવા મુદ્દે પિસ્તોલ બતાવીને ધમકી

વઢવાણ, તા. ર૦:  ધ્રાંગધ્રા ખાતે મિડલ પોઇન્ટ વિસ્તારમાં આવેલા પંચરની દુકાન ધરાવતા મુસ્લીમ સમાજના સલીમ મહમંદભાઇના મકાનના બારણા બંધ હતા ત્યારે બંધ બારણા ઉપર મોડી રાત્રીના સમયે બે શખ્સો આવીને ફાયરીંગ કરાતા ફાયરીંગ ભોગ બનેલા શખ્સે અજાણ્યા શખ્સો સામે ધ્રાંગધ્રા પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે.

સુરેન્દ્રનગરના ખીજડીયા હનુમાન પાસે બંદુક બતાવી મારમારાવની  ઘટના બનેલ છે જેમાં અગાઉ ટેનકર ચાલકને ઉભો રાખી ઠપકો આપવામાં આવ્યો હતો જેમાં બાયપાસ પાસે રોડ રસ્તાના કામ ચાલે છે જયા ટેન્ક પુરપાટ લઇને પસાર થતા હોવાના કારણે ટેન્કર ધીમુ ચલાવવા જણાવેલ ત્યારે સામાન્ય બોલા ચાલી થયેલ હતી. તયરે પ્રવિણભાઇને સમાધાન માટે બોલાવ્યા હતા જે રિક્ષા લઇને સુરેન્દ્રનગર ખિજડીયા હનુમાન પાસે આવેલા હતા ત્યારે ટામી વડે મારમારી પ્રવિણભાઇને બંદુક બનાવેલ રાજદીપ પાંચડા સહિતના ચાર શખ્સો ભાગી છુટયા હોવાનું ફરીયાદમાં જણાવેલ છે.

(4:05 pm IST)