Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

થાન મેઇન બજારમાં ટ્રાફિકની સમસ્યા

વઢવાણઃ થાન પંથકમાં મેઈન બજારમાં પસાર થતા લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં આવેલી મેઈન બજારમાં ટ્રાફિક સમસ્યા વકરી છે. અને લોકોને કલાકો સુધી આ ટ્રાફિકમાં પોતાના અનેક કામો પડતા મૂકી અને સમયનો વેડફાટ કરવો પડી રહ્યો છે. ટ્રાફિક થવા પાછળનું કારણ એ આડેધડ પાર્કિંગ છે. બજારના વેપારીઓ દ્વારા પોતાના લાવવામાં આવતા વાહનો બજારમાં આવેલ વનવે રોડ પર જ કરી દેવામાં આવે છે. જેના કારણે રોડ સાંકળો બને છે. જેના કારણે ટ્રાફિક આ બજારમાં થાય છે. આડેધડ પાર્કિગની તસ્વીર.

(12:07 pm IST)