Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ભાવનગરમાં કેબલ ભંગારના ધંધાર્થીના પરસ્ત્રી સાથેના આડાસંબંધોનો લાભ લઇને બ્લેકમેઇલ કરીને પૈસા પડાવવા અપહરણ કર્યુ'તું

ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલીને ૫ શખ્સોની ધરપકડ

ભાવનગર તા. ૨૦ :  સાદીકભાઇ યુનુસભાઇ હડપા રહેવાસી ભીલવાડા સર્કલ ભાવનગરવાળા પોતાનો કુંભારવાડા વિકટર ખારમાં આવેલ ડેલેથી તાંબા પીતળનો માલ ભરી ટેમ્પામાં વજન કરાવવા માટે પોતાનું મોટર સાયકલ લઇને પાછળ જતા હતા ત્યારે રસ્તામાં ત્રણ માણસોએ તેને રોકી તેનું તેનાજ સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી. નં. જીજે ૦૪ સીઅે ૬૭૧૭ માં આંખે રૃમાલ બાંધી અપહરણ કરી પ્રથમ નારી રોડ ઉપર લઇ ગયેલ અને ત્યા ફરિયાદીને કહેલ કે, તારે મારી બેન સાથે સંબંધ છે તેમ કહી ધમકાવી મોબાઇલ ફોનમાં ફરિયાદી પાસે કબુલાત કરતો વિડોયો ઉતારી બાદમાં ફરિયાદીને છોડી મુકવા રૃપિયા ૧૫ લાખની માંગણી કરેલ અને ફરિયાદી મુકત થવા રૃપિયા ૭ લાખ આપવા તૈયાર થયેલ તે વખતે આરોપીઓએ ફરિયાદી પાસેથી સેમસંગ મોબાઇલ ફોન-૧ કિ.રૂ. ૭૦૦૦ તથા રોકડ રૂપિયા ૮૨૦૦ લુંટી લીધેલ અને બાકીના પૈસા ઘરેથી આપવાનું કહેતા આરોપીઓ ફરિયાદીને મો.સા.માં વચ્ચે બેસાડી તેના ઘરે લઇ જતા હતા અને ફરિયાદી રસ્તામાં ક્રેસન્ટ સર્કલ પાસે મોકો જોય મો.સા.માંથી ઉતરી ભાગી ગયેલ અને આરોપીઓ ફરિયાદીનું મો.સા. લઇ નાશી ગયેલ જે બાબતે ફરિયાદીએ બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરિયાદ હકિકત જાહેર કરતા.

ઉપરોકત ગુન્હાની ગંભીરતા સમજી ભાવનગરના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરએ આરોપી ને ઝડપી  લેવા ભાવનગર ડીવીઝન પોલીસને સુચના આપેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ.ઠાકરના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી./એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટની રાહબરી નીચે આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ બાબતે માહિતી મેળવી ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લીધા છે.

જેમાં(૧) સીરાઝભાઇ સલીમભાઇ ચાંદ ઉ.વ.૨૦ (રહે. કુંભારવાડા ગોપાલ સોસાયટી ભાવનગર) (૨) અનવરભાઇ જાકીરભાઇ મીઠાણી ઉ.વ.૨૨. (રહે. કુંભારવાડા ગીરનાર સોસાયટી ભાવનગર) (૩) આકાશભાઇ ભુપતભાઇ મકવાણા ઉ.વ.૨૩ (રહે. કુંભારવાડા ગોકુલનગર ભાવનગર) (૪) અશોક ઉર્ફે કડી ભુપતભાઇ મકવાણા ઉ.વ.૨૦ (રહે. હાદાનગર વેલનાથ ચોક ભાવનગર) (૫) સાગરભાઇ ઉર્ફે બન્ના કેશુભાઇ મકવાણા ઉ.વ.૧૮ (રહે. કુંભારવાડા અમર સોસાયટી ભાવનગર) વાળાઓને લુંટમાં ગયેલ મુદ્દામાલ તથા અપહરણ તથા લુંટના ગુન્હામાં વાપરેલ મોટર સાયકલો સાથે ઝડપી પાડેલ છે.

 આમ એસ.ઓ.જી. પોલીસે ગઇ રાત્રીના સમયે થયેલ અપહરણ લુંટના ગુન્હાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખી આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. તપાસ દરમ્યાન આ કામના ફરિયાદીના પર સ્ત્રી સાથેના આડા સંબંધોનો લાભ ઉઠાવી બ્લેક મેઇલ કરી પૈસા કઢાવવાના હેતુસર અપહરણ કરેલાનું જણાયેલ છે. આરોપીઓની હાલ પુછપરછ ચાલુ છે. આરોપીઓ બાબતે માહિતી મેળવવા ભાવનગર શહેરની તીસરી આંખ સમાન નેત્ર કમાન એન્ડ કંટ્રોલ રૂમ ખુબજ ઉપયોગી થયેલ છે.

આ કામગીરીને સફળ બનાવવામાં નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ.ઠાકરની રાહબરી નીચે એસ.ઓ.જી./એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા બોરતળાવ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. કે.એમ.રાવળ તથા એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા નેત્ર કમાન એન્ડ કંટ્રોલ રૂમમા પોલીસ સબ ઇન્સ. જાડેજા તથા એસ.ઓ.જી.ના પ્રદિપસિંહ ગોહિલની બાતમી આધારે અનીરૂધ્ધસિંહ ગોહિલ, જગદીશભાઇ મારૂ, હારીતસિંહ ચૌહાણ, ટી.કે.સોલંકી તથા એલ.સી.બી. સ્ટાફ તથા બોરતળાવ પોલીસ સ્ટેશનનો ડી-સ્ટાફ જોડાયો હતો.

(8:14 pm IST)
  • રાજકોટમાં ૧૦ કિલો ગાંજા સાથે મહેમૂદા ઉર્ફ લાલુડી પકડાઇઃ દેવપરા પાસે વિવેકાનંદનગરમાં રહેતી સંધી મુસ્લિમ મહિલા રિક્ષામાં બેસી નિલકંઠ ટોકિઝ પાસેથી નીકળતાંભકિતનગરના કોન્સ. દેવાભાઇ ધરજીયા અને ભાવેશભાઇ મકવાણાની બાતમી પરથી દબોચી લેવાઇઃ રિમાન્ડ મેળવવા તજવીજ access_time 11:25 am IST

  • નરેન્દ્રભાઈ મોદી જ બનશે વડાપ્રધાન પરંતુ કેટલાક મુદ્દે ભાજપથી અમારી વિચારધારા અલગ છે :બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું કે અમને આશા છે કે કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આગામી સરકાર બનશે અને જેડીયુ તેમાં સામેલ થશે :નીતીશકુમારે સ્પષ્ટ કર્યું કે પાર્ટી ધારા-370,સમાન નાગરિક સંહિતા,અને અયોધ્યા વિવાદ પર પોતાની પાર્ટીની અલગ વિચારધારા છે access_time 1:36 am IST

  • એકઝીટ પોલના પગલે રાજકીય સમીકરણો ઝડપભેર બદલાયાઃ માયાવતીએ દિલ્હી જવાનું રદ્ કર્યું: કહયું કે પાટનગર નહિં જાઉં !! દિલ્હીની કોઇપણ બેઠકોમાં હાજરી નહિ આપું: માયાવતી ભાજપ તરફ ઢળે છે?: લખનૌમાં માયાવતીને મળવા અખિલેશ યાદવ દોડયાઃ રાજકારણમાં અચાનક ગરમાવો access_time 12:43 pm IST