Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

પ્રભાસ પાટણ ઘેડીયા મોટા કોળી સમાજના પ્રમુખ પદે કાનાભાઇ ગઢીયા, ઉપપ્રમુખ લક્ષ્મીકાંત સોલંકી સહિત વિવિધ સમિતીઓના સભ્યોની વરણી

પ્રભાસપાટણ તા ૨૦  :  પ્રભાસપાટણમાં ઘેડીયા કોળી સમાજ મોટા કોળી વાડમાં સમાજના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત વિવિધ સમિતીઓ અને સભ્યોની સર્વ સંમતીથી વરણી કરવામાં આવેલ છે. જેમાં પ્રમુખ પદે કાનાભાઇ વાસાભાઇ ગઢીયાની સતત ચોથી વખત નિમણુંક થયેલ છે, જયારે ઉપપ્રમુખ પદે લક્ષ્મીકાંતભાઇ ભગવાનભાઇ સોલંકી, સેક્રેટરી હરેશભાઇ બાબુભાઇ બામણીયા, ખજાનતી તરીકે મુળજીભાઇ સાંગાભાઇ બામણીયા, ન્યાય સમિતીમાં ઉકાભાઇ જીવાભાઇ ગઢીયા, શિક્ષણ સમિતીમાં રામભાઇ નારણભાઇ સોલંકી, ઉત્સવ સમિતીમાં જેસલભાઇ વાસાભાઇ ભરડા, રીતીરીવાજ સમીતીમાં હરેશભાઇ જીવાભાઇ બામણીયા, દેવાભાઇ જેઠાભાઇ વાડેર(સભ્ય), દિવ્યેશભાઇ ડાયાભાઇ બામણીયા (સભ્ય), જેઠીબેન હીરાભાઇ વાસણ (સભ્ય) તરીકે આ તમામને સર્વ સમંતીથી સમાજ દ્વારા નિમણુંક કરવામાં 

આવેલ છેે

ઘેડીયા કોળી સમાજના પ્રમુખ પદે સતત ચોથી વખત નીમણુંક થયેલ કાનાભાઇ ગઢીયાએ કોળી સમાજમાં અનેક સુધારાઓ કરેલા છે, તેઓએ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તે માટે વિદ્યાર્થી સન્માન સમારંભો કરી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ અને મહિલાને રોજગાર મળે તે માટે પણ સતત પ્રયત્નો કરેલા સાથે વિવિધ ઉત્સવોના માધ્યમથી સમાજમાં સંગઠન મજબુત કરેલ છે. મજુર વર્ગની બહેનોના રોજગારીમાં વધારો થાય તે માટે ખુબજ મહેનત કરેલ, આમ સમાજમાં સારા કાર્યોને કારણે કાનાભાઇ ગઢીયા સતત ચોથી ટર્મ માટે પ્રમુખ તરીકેની જવાબદારી મળેલ છે.

આ તમામ હોદેદારોને મેનેજીંગ ટ્રસ્ટી માંડાભાઇ ડાયાભાઇ બામણીયા, ટ્રસ્ટી પુંજાભાઇ કાનાભાલ ગઢીયા, ટ્રસ્ટી દીનેશભાઇ કરશનભાઇ વાજા, ટ્રસ્ટી કાળાભાઇ પુંજાભાઇ ગઢીયા, ટ્રસ્ટી કરશનભાઇ દેવાભાઇ સહિતના અગણ્રીઓઅ શુભેચ્છા પાઠવેલ છે.

(12:05 pm IST)
  • નરેન્દ્રભાઈ મોદી જ બનશે વડાપ્રધાન પરંતુ કેટલાક મુદ્દે ભાજપથી અમારી વિચારધારા અલગ છે :બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું કે અમને આશા છે કે કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આગામી સરકાર બનશે અને જેડીયુ તેમાં સામેલ થશે :નીતીશકુમારે સ્પષ્ટ કર્યું કે પાર્ટી ધારા-370,સમાન નાગરિક સંહિતા,અને અયોધ્યા વિવાદ પર પોતાની પાર્ટીની અલગ વિચારધારા છે access_time 1:36 am IST

  • ભાજપ કેરળમાં જીતતી નથી, કારણ કે ત્યાં શિક્ષીત લોકો છે અંધભક્ત નહિં:ભાજપના બાગી સાંસદ ઉદિતરાજનો આકરો પ્રહાર : ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ફરી ટીકિટ ન મળતા ભાજપનાં અસંતુષ્ટ સાંસદ ઉદિત રાજે ભાજપ પર હલ્લાબોલ કર્યો :ઉદિત રાજ હવે કોંગ્રેસનો હિસ્સો છે,. 2014માં આ સીટ પરથી ઉદિત રાજે ભાજપનાં બેનર હેઠળ ચૂંટણી લડીને જીત્યા હતાં. એક્ઝિટ પોલ જાહેર થયા બાદ તેમણએ ટ્વિટ કરીને બીજેપી પર હુમલો કર્યો હતો access_time 12:52 am IST

  • આંધ્ર પ્રદેશમાં ફરી તેલુગુ દેશમ પાર્ટી સત્તા પર આવી રહી છે : ચંદ્રાબાબુ નાયડુ ફરી મુખ્ય મંત્રી બનશે : એક્ઝિટ પોલ:આંધ્ર પ્રદેશ વિધાનસભાની ચુંટણીઅંગેના એક્ઝિટ પોલમાં ફરી એકવાર ચંદ્રાબાબુ નાયડુની ટીડીપી સરકાર સત્તા પાર આવી રહયાના તારણો જાહેર થયા છે.:ફર્સ્ટ રિપોર્ટના અહેવાલ મુજબ આંધ્ર વિધાનસભાની ૧૭૫ બેઠકમાંથી ચંદ્રાબાબુના તેલુગુ દેશમ પક્ષને ૧૦૬ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળી રહ્યાનું આ એક્ઝિટ પોલમાં દર્શાવાયું છે. access_time 1:36 am IST