Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ગારીયાધારમાં અછતના કામોના કામદારોને ર.પ૧ કરોડ મહેનતાણાની રકમ ચુકવાઇ

૯૦૭૪ વ્યકિતને ૧,૮૮,ર૪૦ માનવદિનની ર૧ ગામોની કામગીરી પુર્ણ કરાઇ

ગારીયાધાર તા.ર૦ : ગારીયાધાર તાલુકાના ૪૮ ગામડાઓ હેઠળ અછતગ્રસ્ત હેઠળ મનરેગા યોજના અંતગર્ત ખાળીયા ખોદકામની કામગીરી લેવામાં આવી રહી છે. જેમાં ર.પ૧ કરોડની ગારીયાધાર તાલુકામાં મજુરી ચુકવવામાં આવી હતી.

ગારીયાધાર તાલુકાના ગામડાઓમાં મજુરી કરતા વર્ગને અછતમાં કામ મળી રહે જેની રોજગારી બની રહે તે માટે અછતગ્રસ્ત હેઠળ સરકાર દ્વારા મનરેગા યોજનામાં ગ્રામ્ય પંથકમાં જોબકાર્ડ ધરાવતા વ્યકિતઓને નાના-મોટા ચેકડેમો, તળાવો ઉંડા ઉતારવા માટે ખાળીયાઓ ખોદવા માટે મજુરી આપવામાં આવે છે.

જે કામગીરી હેઠળ ચાલુ વર્ષમાં ૩૧પ૪ પરીવારો પૈકીના ર૧ ગામોના ૯૦૭૪ વ્યકિતને ૧,૮૮,ર૪૦ માનવદિનની મજુરી આપવામાં આવી છે જેમાં ર.પ૧ કરોડની મજુરી ચુકવવામાં આવી છે. જયારે હાલ તાલુકાના અન્ય ગામોમાં પણ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.

(12:02 pm IST)