Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ઉનામાં પથારીવશ કોળી સમાજના યુવાનને ન્યાય મળતો નથી

ઉના તા. ર૦ :.. અહીં ભીપરામાં રહેતા કોળી સમાજના યુવાન રોહિત રાઠોડને દીવનાં ગેસ્ટ હાઉસમાં  નોકરી કરતા શખ્સે મારી નાખવાનું કાવતરૂ ઘડીને હોટલમાં બોલાવીને ધક્કો મારીને ઇજા કર્યા બાદ રોહીત પથારીવશ થઇ ગયેલ છે.

આ બનાવમાં કોળી યુવાનની પોલીસ ફરીયાદ લેવા અને ઉચ્ચ કક્ષાએ નિવેદન અંગે કોઇ ન્યાયકીય કાર્યવાહી થઇ નથી આ પ્રશ્ને દીવ એસ. પી. ને રજૂઆત કરવામાં આવી છે.

(11:58 am IST)