Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

કોડીનારના મિત્યાજ ગામે બાઇક આ રીતે કેમ ચલાવો છો કહી યુવાન ઉપર રીક્ષાચાલક સહિત પ શખ્સોનો જીવલેણ હુમલો

કોડીનાર તા. ર૦: પણાદર ગામે રહેતા અને જી.ઇ.બી.માં સર્વિસ કરતા નગીનભાઇ કુંભાભાઇ વાઢેરએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ નગીનભાઇ અને તેમના ભાઇ તેમની પત્નીઓ સાથે મોટર સાઇકલમાં ફાફણી ગામેથી સમુહ લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે મિત્યાજ ગામે વાજા કાદુભાઇએ પોતાની રીક્ષા નગીનભાઇની મોટર સાયકલને ઘસીને કાઢી ઉલટો નગીનભાઇ ઉપર રોફ જમાવી તું કેમ આ રીતે મોટર સાયકલ ચલાવે છે તેમ કહી કાદુભાઇ અને તેના પુત્રો પ્રકાશ, ધીરેન અને અન્ય બે અજાણ્યા શખ્સોએ લોખંડનો પાઇપ નગીનભાઇના મોટાભાઇ રમેશભાઇના માથામાં મારી ગંભીર ઇજા કરતા પ્રથમ કોડીનાર દવાખાને સારવાર આપી વધુ માથામાં ઇજા ગંભીર હોય વધુ સારવાર અર્થે રાજકોટ વીરાણી વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાતા ત્યાંથી ફરીયાદ નોંધાવતા ઝીરો નંબરથી ફરીયાદ કોડીનાર પોલીસમાં આવતા તેની વધુ તપાસ પી.એસ.આઇ. સોલંકી ચલાવી રહ્યા છે.

(11:56 am IST)
  • સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર ગુજરાતમાં વાતાવરણ પલ્ટાશે : બે દિવસ થંડરસ્ટ્રોમની આગાહી રાજકોટમાં ૪૦ ડિગ્રી : હવામાન વિભાગે બે દિવસ ફરી વરસાદની આગાહી કરી છે : સૌરાષ્ટ્ર, કચ્છમાં જોરદાર પવન ફૂંકાશે : બનારસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદ પડશે : રાજકોટમાં બપોરે ૩ વાગ્યે ૪૦ ડિગ્રી તાપમાન છે : ફરી ગરમીમાં આંશિક વધારા સાથે ૧૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે access_time 4:26 pm IST

  • ગોડસે પર પસ્તાવો : ર૧ પ્રહર માટે મૌન ધારણ કરશે સાધ્વી પ્રજ્ઞા ફરી માફી માંગી : હવે અઢી દિવસ મૌન રહી તપસ્યા કરશે access_time 4:30 pm IST

  • નરેન્દ્રભાઈ મોદી જ બનશે વડાપ્રધાન પરંતુ કેટલાક મુદ્દે ભાજપથી અમારી વિચારધારા અલગ છે :બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું કે અમને આશા છે કે કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આગામી સરકાર બનશે અને જેડીયુ તેમાં સામેલ થશે :નીતીશકુમારે સ્પષ્ટ કર્યું કે પાર્ટી ધારા-370,સમાન નાગરિક સંહિતા,અને અયોધ્યા વિવાદ પર પોતાની પાર્ટીની અલગ વિચારધારા છે access_time 1:36 am IST