Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ભાયાવદરમાં ભ્રષ્ટાચારની લડાઇ ઉગ્રઃ આજે થાળી-વેલણનો રણકાર

ભાયાવદર તા. ર૦: ભાયાવદરમાં નગરપાલિકાની દોઢ કરોડની ગ્રાન્ટની ભ્રષ્ટાચાર કરવા માટે આગળની બોડીએ ગેરકાયેસર વાપરી નાખ્યા હોય એ સરકારના રૂપિયા પાછા મેળવવા માટે છેલ્લા બે દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા નગરપાલિકાના ઉપપ્રમુખ બાંધાભાઇ ખાંભલા તેમજ નગરપાલિકા કારોબારી સમિતિના અધ્યક્ષ નયનભાઇ જીવાણીની મુલાકાતે તથા સહકાર આપવા માટે ગઇકાલે સાંજે કોંગ્રેસના નેતાઓ આવેલ હતા.

ધારાસભ્યશ્રી લલીતભાઇ વસોયા, તા. પં. પ્રમુખશ્રી લાખાભાઇ ડાંગર, જી.પં. ઉપપ્રમુખ સુભાષભાઇ માકડીયા, રેશ્માબેન પટેલ, રેખાબેન પટેલ વિગેરેએ મુલાકાત લીધી.

આ માટે વધુ આંદોલનને ઉગ્ર બનાવવા આજે સાંજે ૬ થી ૭ સુધી સરકારની આંખ ખોલવા માટે થાળી-વેલણ વગાડવાનો નિર્ણય લેવાયેલ છે. અને છતાં કોઇ નિર્ણય ન લેવાય તો ગામના વેપારીઓને સમર્થન મેળવીને અચોકકસ મુ઼દત સુધી ગામ બંધ રાખવાનો નિર્ણય કરવો પડશે તેમ જણાવેલ છે.

આ પ્રશ્ને હજુ સુધી કોઇ જવાબદાર અધિકારીઓ ન ફરકતા રોષની લાગણી ફેલાઇ છે.

(11:55 am IST)