Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

મંડેર (ઘેડ)માં તીનપતી જુગાર રમતા ૪ શખ્સો ૬ હજાર રોકડ સાથે ઝડપાયા

પોરબંદર, તા. ર૦ : માધવપુર ઘેડના મંડેર ગામે તીનપતી જુગાર રમતા માલદે ઉર્ફે ડોકટર અરજણ વાજા, ગોગા કારા, મનસુખ વીરમ અને અમૃત મોહન રે. તમામ મંડેરવાળાને એનસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇસ્પેકટર એચ.એન. ચુડાસમાએ પેટ્રોલીંગ દરમિયાન પકડી પાડેલ છે.

જુગાર રમતા શખ્સો પાસેથી ૬પપ૦ રોકડ મળી આવી હતી. કોન્સ્ટેબલ વિપુલભાઇ બોરિચાને મમળેલી બાતમી ઉપરથી જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહની સુચના ઉપર આ દરોડો પાડવામાં આવ્યોહતો. માધવપુર ઘેડમાં ગુન્હો નોંધાયો છે.

(11:50 am IST)