Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

રાણાકંડોરણાના એરડામાં સતીબેનબાઇ માતાજી મંદિરે પાટોત્સવ મેળો યોજાયો

ધોરાજી તા.૨૦ : રાણાકંડોરણા પાસે આવેલ એરડા ગામ ખાતે દેશભરમાં વસતા એરડા રાજપૂત સોરઠીયા સમાજ દ્વારા લોકમેળો યોજાયો હતો. જેમાં દેશભરમાંથી એરડા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સોરઠીયા રાજપુત સમાજના એરડા પરિવારના સતી બેનબાઇ માતાજીના બે સ્થાનો ઉપર મંદિરે પાટોત્સવ સાથે મેળો યોજાયો. જેમાં મહાયજ્ઞ મહાઆરતી મહાપ્રસાદ સંમેલન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સાંસ્કૃતિક સમારોહમાં દેશની સેવા કરનાર આસીસ્ટન્ટ પોલીસ કમી. કિરીટસિંહ એરડાનો સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ. આ સમયે પોરબંદરના દિનેશભાઇ એરડા, કિરીટભાઇ અડ્ડા, જયુભાઇ એરડા, માલદેભાઇ ઓડેદરા વગેરેએ સન્માન કર્યુ હતુ. મુખ્ય યજમાન લંડન નિવાસી શાંતિભાઇ એરડા, વસંતભાઇ એરડા, લલીતભાઇ એરડા, પરાગભાઇ રાજકમલભાઇ, હેમાંગભાઇ વગેરે લંડન નિવાસી પરિવારજનો સન્માન કર્યુ હતુ. આ પ્રસંગે ધોરાજીના વિવેકાનંદ પરિવારના રાજુભાઇ એરડા હેમેન્દ્રભાઇ એરડા મુકેશભાઇ એરડા વડોદરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદના પોલીસ કમિ. કિરીટભાઇ એરડાએ જણાવેલ કે રાણા કંડોરણાના એરડા ગામ એક ગૌરક્ષા માટેનો ઇતિહાસ બની ગયો છે કારણ કે જે પ્રકારે ઝાંસીની રાણીમાં લક્ષ્મીભાઇ વગેરે હિન્દુ સમાજની સેવા કરી છે એ જ કે નાના એવા એરડા ગામમાં વિધર્મીઓ જલ ગાયોની હત્યા કરતા હતા એ સમયે આ વિસ્તારની મહિલા સતી બેનબાઇ માતાજી સીમમાં હતા ત્યારે વિધર્મીઓ ગાયોને મારવા માટે આવ્યા આ સમયે સતી બેનબાઇ માતાજીએ તલવાર ગૌહત્યા રહો ને મારવા માટે સામનો કર્યો પરંતુ થયુ કે સામે વિધર્મીઓનું ટોળુ હતુ અને સતી બેનબાઇ એકલા હતા આવા સમયે જનુનથી લડતા હતા ત્યારે વિધર્મીઓએ પાછળથી ડોકુ વાઢી નાખ્યુ આવા સમયે સતીબેનબાઇ માતાજી માથુ ધડથી નીચે પડી ગયુ છતા પણ વિધર્મીઓને મારવા માટે બે કીમી સુધી તલવાર વડે લડાઇ કરી અને અંતે તમામ ગૌહત્યારાઓને મારી નાખ્યા બાદ સતી માતાજી એરડા ગામના ગોંદરે પડી ગયા હતા. આ સમયથી એક મહિલાએ ગાયોને બચાવવા માટે પોતાનુ બલિદાન આપ્યુ હતુ.

(11:50 am IST)