Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર અસહય તાપઃ રાજુલા પંથકમાં કેરીના પાકને નુકશાન

ગોંડલ, જામકંડોરણા, ગારીયાધાર, રાજુલા પંથકમાં હળવો ભારે વરસાદ બાદ...

પ્રથમ,બીજી,ત્રીજી અને ચોથી તસ્વીરમાં ગોંડલ પંથકમાં વરસાદી વાતાવરણ, વરસતો વરસાદ પાંચમી તસ્વીરમાં રાજુલા પંથકમાં કેરીના પાકને નુકશાન, છઠ્ઠી તસ્વીરમાં ગારીયાધાર અને સાતમી તસ્વીરમાં જામકંડોરણા, પંથકમા વરસેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી (ગોંડલ), શિવકુમાર રાજગોર (રાજુલા),ચિરાગ ચાવડા (ગારીયાધાર) મનસુખ બાલધા-જામકંડોરણા)

રાજકોટ તા.૨૦: સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ આજે પણ યથાવત છે અને ગરમીની અસરમાં વધારો નોંધાયો છે.

પવનના સૂસવાટાના કારણે બપોરના સમયે ''લૂ''ની અસર વધુ વર્તાય છે અને બફારો પણ થાય છે છેલ્લા થોડા દિવસોથી રહેલ મિશ્ર હવામાનનો માહોલ આજે પણ યથાવત છે.

આવા વાતાવરણ વચ્ચે ગઇકાલે ગોંડલ,ચરખડી, ગારીયાધાર,રાજુલાના ચોત્રારા,સરધાર, તથા ગ્રામ્ય વિસ્તારો, હડમતાળા, પાટીયાળી, કોલીથડ, ખોડલધામ મંદિર નજીક તથા જામકંડોરણા પંથકમાં વરસાદના કરા સાથે હળવો ભારે વરસાદ પડ્યો હતો.

રાજુલા

રાજુલાઃ રાજુલા નજીક આવેલા ચોત્રારા ગામે ત્રણ વાગ્યા ભયંકર પવન ફંુકાતા ગામના મોટાભાગના આંબા ઉપર કેરી સંપૂર્ણ ખરી ગઇ હતી ખેડુતોમાં ભારે ઉદ્ધવી હતી ગામમાં ભારે પવન ખુશી જતા અનેક નળિયાઓ અને છાપરાઓ અને છાપરા ઉડી ગયા હતા આ વાવાઝોડાથી ચોત્રારા ગામમાં ભારે નુકસાન થયું હતું.

ગારીયાધાર

ગારીયાધારઃ શહેર અને પંથકમાં સાંજે ૬ કલાક આસપાસ કમોસમી વરસાદી ઝાપટું વરસી પડ્યું હતું જેના કારણએ સમગ્ર શહેરીજનો વ્યાકુળ બન્યા હતા.

ગારીયાધાર ત્યાર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવતા વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યુ હતું જે બાદાં નેવા ધારે સાથે ધાવડીયા વરસાદની માફક વરસી પડ્યું હતું જેના કારણે જાહેર માર્ગો પર પાણી જોવા મળ્યા હતા.

વરસાદ બાદ આભમાં મેધધનુષ્ય પર નિખરી ઉડતા સમગ્ર શહેરીજનોએ તેનો આનંદ લીધો હતો તો વરસાદ બાદ ગરમી થવા પામી હતી.

જામકંડોરણા

જામકંડોરણાઃ પંથકમાં કાલે રવિવારે બપોરબાદ વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા જામકંડોરણા તાલુકાના બોરીયા ગામે કરા સાથે વરસાદ પડેલ તેમજ તાલુકાના સાજડીયાળી, ધોળીધાર ગામોમાં પણ રસ્તા પલળે તેવા છાંટા પડેલ અને જામકંડોરણા શહેરમાં પણ સામાન્ય છાંટા પડ્યા હતા આ માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

(11:47 am IST)