Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ટંકારાના જીવાપરમાં દિવાળીબેન અને પોૈત્ર જયંત પર ચાર શખ્સોનો હુમલો

રાજકોટ તા. ૨૦: ટંકારાના જીવાપરમાં રહેતાં દેવીપૂજક વૃધ્ધા દિવાળીબેન તળશીભાઇ અઘાડીયા (ઉ.૭૦) અને પોત્ર જયંત કાનજીભાઇ અઘાડીયા (ઉ.૨૧) પર રાત્રીના નવેક વાગ્યે પાંચ શખ્સોએ હુમલો કરી લાકડીથી માર મારતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં.

હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં મનો, અશોક, વસંત, વિપુલ અને કાયો દેવીપૂજકે હુમલો કર્યાનું જણાવાતાં નોંધ કરી ટંકારા પોલીસને જાણ કરાઇ હતી.    ઘર પાસે ગાળો બોલવા મામલે આ ડખ્ખો થયો હતો.

(11:46 am IST)