Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ગોંડલના ખાંડાધારમાં જાહેરમાં જુગાર રમતા ૫ શખ્સો પકડાયા

રાજકોટ, તા. ૨૦ :. ગોંડલના ખાંડાધાર ગામે જાહેરમાં જુગાર રમતા ૫ શખ્સોને તાલુકા પોલીસે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ખાંડાધાર ગામે શીતળા માતાજીના મંદિર પાસે જાહેરમા જુગાર રમાતો હોવાની બાતમી મળતા તાલુકા પીએસઆઈ એ.વી. જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેડ કરી જાહેરમાં જુગાર રમતા જયંતી ખીમજીભાઈ કોટડીયા, નરસી ભીમજીભાઈ ધડુક, ગીગાભાઈ શામજીભાઈ કટેશીયા, પ્રાગજી ગોકળભાઈ કોટડીયા તથા ગોપાલ ભીમજીભાઈ ઠુંમર રહે. બધા ખાંડાધારને રોકડા રૂ. ૧૦૩૪૦ તથા ગંજીપત્તા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

(11:45 am IST)
  • નરેન્દ્રભાઈ મોદી જ બનશે વડાપ્રધાન પરંતુ કેટલાક મુદ્દે ભાજપથી અમારી વિચારધારા અલગ છે :બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું કે અમને આશા છે કે કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આગામી સરકાર બનશે અને જેડીયુ તેમાં સામેલ થશે :નીતીશકુમારે સ્પષ્ટ કર્યું કે પાર્ટી ધારા-370,સમાન નાગરિક સંહિતા,અને અયોધ્યા વિવાદ પર પોતાની પાર્ટીની અલગ વિચારધારા છે access_time 1:36 am IST

  • મોટો સેટબેક સર્જાઇ રહ્યો છે? રાહુલ ગાંધી અમેઠીથી અને નિતિન ગડકરી નાગપુર બેઠક ઉપરથી હારે છે (ન્યુઝ ફર્સ્ટનો સ્ફોટક રીપોર્ટ) access_time 4:27 pm IST

  • બ્રાઝીલનાં બારમાં 7 બંદુકધારીઓએ કર્યો અંધાધૂંધ ગોળીબાર :બાર માલિક સહિત 11 લોકોનાં મોત: ઉત્તર બ્રાઝીલના બેલેમ શહેરનાં એક બારમાં બંદૂકધારીઓએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો access_time 12:53 am IST