Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ચોટીલાના કુંઢડામાં કાઠી શખ્સોનો તમંચાથી ભડાકોઃ કોળી પ્રોૈઢને પતાવી દેવા પ્રયાસઃ બે બાળકો સહિત ચાર ઘવાયા

શિવરાજ કાઠીને નાથાભાઇ કોળી સાથે બે દિ' પહેલા થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી તેના કુટુંબી ભાઇ માવજીભાઇ સાથે ડખ્ખો કર્યોઃ માવજીભાઇ રાઠોડ (ઉ.૪૮)ને પડખામાં ગોળી ખૂંપી ગઇઃ સવારે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશનઃ કુટુંબી બાળક કેતન (ઉ.૫)ને સિવિલ હોસ્પિટમાં ખસેડાયોઃ બાળકી નયના (ઉ.૫) અને માવજીભાઇના પુત્ર ચતુર (ઉ.૩૦)ને પ્રાથમિક સારવાર અપાઇઃ હત્યાની કોશિષનો ગુનો નોંધાયો શિવરાજે કહ્યું- નાથાને કહેજે ફરિયાદ પાછી ખેંચી લે, નહિતર બધાને પતાવી દેવા પડશે . તમંચાથી ભડાકો શિવરાજ સાથેના ભુરીયા શખ્સે કર્યો

ફાયરીંગમાં ઘવાયેલા માવજીભાઇ કોળી તથા તેના કુટુંબીઓના બાળકો નયના તથા કેતન સારવાર હેઠળ જોઇ શકાય છે

 

રાજકોટ તા. ૨૦: ચોટીલાના કુંઢડા ગામે કાઠી શખ્સને બે દિવસ પહેલા કોળી પ્રોૈઢ સાથે થયેલી માથાકુટનો ખાર રાખી રવિવારે સરાજકોટ તા. ૨૦: ચોટીલાના કુંઢડા ગામે કાઠી શખ્સને બે દિવસ પહેલા કોળી પ્રોૈઢ સાથે થયેલી માથાકુટનો ખાર રાખી રવિવારે સાંજે આ કાઠી શખ્સે તેના કોૈટુંબીક ભાઇ સહિત ત્રણ જણા સાથે મળી કોળી પ્રોૈઢના કુટુંબી ભાઇના ઘર પાસે ગાળા ગાળી કરતાં તેણે ઘરમાં બહેન-દિકરીઓ હોઇ ઘર પાસેથી દૂર જવાનું કહેતાં કાઠી શખ્સ સાથે રહેલા ભુરીયા શખ્સે તમંચાથી ભડાકો કરતાં કોળી પ્રોૈઢને પડખામાં ગોળી ખુંપી ગઇ હતી. તેમજ બાજુમાં ઉભેલા એક પાંચ વર્ષના બાળક તથા પાંચ વર્ષની બાળકી અને કોળી પ્રોૈઢના પુત્રને પણ છરા ઉડતાં ઇજા થઇ હતી. જેમાં પ્રોૈઢ અને બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. ચોટીલા પોલીસે ફાયરીંગ, હત્યાની કોશિષનો ગુનો નોંધી કાઠી શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

 આ બારામાં ચોટીલાના કુંઢડા ગામે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં ચતુર માવજીભાઇ રાઠોડ (કોળી)

(જુઓ પાનુ ૭)ાંજે આ કાઠી શખ્સે તેના કોૈટુંબીક ભાઇ સહિત ત્રણ જણા સાથે મળી કોળી પ્રોૈઢના કુટુંબી ભાઇના ઘર પાસે ગાળા ગાળી કરતાં તેણે ઘરમાં બહેન-દિકરીઓ હોઇ ઘર પાસેથી દૂર જવાનું કહેતાં કાઠી શખ્સ સાથે રહેલા ભુરીયા શખ્સે તમંચાથી ભડાકો કરતાં કોળી પ્રોૈઢને પડખામાં ગોળી ખુંપી ગઇ હતી. તેમજ બાજુમાં ઉભેલા એક પાંચ વર્ષના બાળક તથા પાંચ વર્ષની બાળકી અને કોળી પ્રોૈઢના પુત્રને પણ છરા ઉડતાં ઇજા થઇ હતી. જેમાં પ્રોૈઢ અને બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. ચોટીલા પોલીસે ફાયરીંગ, હત્યાની કોશિષનો ગુનો નોંધી કાઠી શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

 આ બારામાં ચોટીલાના કુંઢડા ગામે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં ચતુર માવજીભાઇ રાઠોડ (કોળી) (ઉ.૩૦)ની ફરિયાદ પરથી કુંઢડાના શિવરાજ ધીરૂભાઇ ધાંધલ અને સુરેશ અનકભાઇ ધાંધલ સામે આઇપીસી ૩૦૭, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, આર્મ્સ એકટની કલમ ૨૫ (૧) (૧બી)એ, ૨૭, જીપીએકટ ૧૩૫ મુજબ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે.

ચતુરે પોલીસને જણાવેલી વિગતો તેના જ શબ્દોમાં જોઇએ તો...હું ખેતી કરુ છું અને  મારે એક ભાઇતથા એક બહેન છે. હું મોટો છું. એ પછી કૈલાસબેન અને સોૈથી નાનો સંજયભાઇ છે. અમારા ત્રણેયના લગ્ન થઇ ગયા છે. અમે બંને ભાઇ બા-બાપુજીથી અલગ રહીએ છીએ અને પોતપોતાની ખેતી કરીએ છીએ.

રવિવારે ૧૯મીએ સાંજે છએક વાગ્યે હું મારી વાડીએથી ઘરના ડેલા પાસે પહોંચ્યો ત્યારે મારા બાપુજી પણ ગામમાંથી અમારા ડેલા પાસે આવ્યા હતાં. ત્યારે ગામના શિવરાજ ધીરૂભાઇ ધધલ અને તેનો કુટુંબી ભાઇ સુરેશ અનકભાઇ ધાધલ તથા બીજો એક ભુરીયા જેવો શખ્સ અને અન્ય એક અજાણ્યો શખ્સ  એમ બે ફોરવ્ીહલ ગાડી લઇને ઉભા હતાં. આ ત્રણેય તથા શિવરાજ અમારા ઘર પાસે જેમ ફાવે તેમ ગાળો બોલતાં હતાં. મારા બાપુજીએ ઘરમાં બહેન-દિકરીઓ હોઇ ગાળો ન બોલવાનું કહેતાં ચારેય ઉશ્કેરાઇ ગયા હતાં અને વધુ ગાળો દેતાં મારા બાપુજીએ 'તમારા પર જેને ફરિયાદ કરી છે તેને ગાળો આપો' તેમ કહેતાં સુરેશ અને અજાણ્યો શખ્સ વધુ ઉશ્કેરાયા હતાં અને મારા બાપુજીનો કાંઠલો પકડી લીધો હતો.

આ બધાએ વધુ ગાળો બોલી દેકારો મચાવવા માંડતાં અવાજ સાંભળી અમારી બાજુમાં રહેતા મહેશભાઇ મનસુખભાઇનો નાનો દિકરો કેતન (ઉ.૫) તથા બળવંતભાઇ સિંધાભાઇની દિકરી નયના (ઉ.૫) ઘરમાંથી બહાર આવી મારા બાપુજી પાસે ઉભા રહી ગયા હતાં. આ વખતે શિવરાજ સાથે ભુરીયો શખ્સ હતો તેની પાસે તમંચો હોઇ તેણે મારા બાપુજીને મારી નાંખવાના ઇરાદે ભડાકો કરતાં મારા બાપુજીને ડાબા પડખામાં ગોળી ખુંપી ગઇ હતી. તેમજ ડાબા હાથમાં પંજા ઉપર તથા બાવળાના ભાગે ઇજા થઇ હતી.

તે નીચે પડી ગયા હતાં. તેની બાજુમાં ઉભેલા બાળકોમાં કેતનને જમણા પગે અને નયનાને પણ જમણા પગે પીંડીના ભાગે ઇજા થઇ હતી. મને પણ જમણા પગે અંગુઠામાં છરા ઉડતાં ઇજા થઇ હતી. દેકારો થતાં મારા બા વસંતબેન અને મારા પત્નિ હંસાબેન તથા મોટાબા વાલીબેન સિંધાભાઇ, બળવંતભાઇ સિંધાભાઇ સહિતના આવી ગયા હતાં.

આ હુમલા બાદ ચારેય જણા એવું કહેતાં ગયા હતાં કે 'તારા કુટુંબી કાકા નાથાભાઇ દાનાભાઇ રાઠોડને કહેજે કે અમારા વિરૂધ્ધ કરેલી ફયિરાદ પાછી ખેંચી લે, અને અમારી વચ્ચે પડવું નહિ નહિતર તમને બધાને પતાવી દેવા પડશે' તેવી ધમકી આપી કારમાં બેસી ભાગી ગયા હતાં. મારા બાપુજી અને કેતન તથા નયનાને ઇજા હોઇ ચોટીલા સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતાં ત્યાંથી રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં નયનાને પ્રાથમિક સારવાર અપાઇ હતી. જ્યારે મારા પિતા માવજીભાઇ નાથાભાઇ રાઠોડ (ઉ.૪૭) તથા કેતન  (ઉ.૫)ને ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યા હતાં. મેં પણ પગના અંગુઠામાં ઇજા હોઇ પ્રાથમિક સારવાર લીધી હતી.

આ ડખ્ખા પાછળનું કારણ એવું છે કે અમારા કુટુંબી કાકા નાથાભાઇ દાનભાઇ રાઠોડ સાથે બે દિવસ પહેલા રસ્તામાં ચાલવા બાબતે શિવરાજ ધાધલને માથાકુટ થતાં તે અંગે ફરિયાદ થઇ હતી. તેનો ખાર રાખી શિવરાજ સહિતનાએ અમારા ઘર પાસે આવી ગાળાગાળી કરી મારા પિતાજી પર ભડાકો કર્યો હતો. જેમાં બે બાળકો અને મને પણ ઇજા થઇ હતી. તેમ ફરિયાદના અંતે ચતુર રાઠોડે જણાવતાં ચોટીલા પીએસઆઇ એચ. એલ. ઠાકર અને ટીમે ગુનો નોંધી આરોપીઓને શોધી કાઢવા દોડધામ આદરી છે.

આજે સવારે માવજીભાઇને સ્ટર્લિંગમાં ઓપરેશન માટે લઇ જવાયા હતાં. જ્યારે કેતનને વધુ સારવાર માટે ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

(11:27 am IST)