Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

ફિલ્મના આસિસ્ટન્ટ ડાયરેક્ટરને મુંબઈથી ઝડપી લઇ મોરબી લાવ્યા બાદ

માજી મંત્રીને ખંડણી માટે ધમકી આપનાર તા. ૨૨ સુધીના રિમાન્ડ પર

        મોરબીમાં નિવાસ કરતા રાજ્યના માજી મંત્રીને ફોન પર ખંડણી માંગી ધમકી આપનાર ઈસમને મુંબઈથી દબોચી લેવાયા બાદ તેણે મોરબી લાવ્યા હતા અને એલસીબી ટીમે આજે તેણે રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા આરોપીને આગામી તા. ૨૨ સુધીના રિમાન્ડ પર સોપ્યા છે.

        મોરબીમાં વસવાટ કરતા માજી રાજ્ય મંત્રી જયંતીભાઈ કવાડીયાને ગત તા. ૧૬ ના રોજ તેના મોબાઈલ પાર અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો અને બાદમાં ધમકીભર્યા એસએમએસ મળ્યા હતા અને બાદમાં તેની સાથે ફોન પર વાત કરતા આરોપીએ રવિ પુજારીનો માણસ બોલું છું તેમ કહીને પોતે અર્જુન હોવાની ઓળખ આપી પાંચ લાખની ખંડણી માંગી હતી જે મામલે પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ મોરબી એલસીબી ટીમે મુંબઈ ખંડણી વિરોધી દળની મદદથી આરોપી આશિષકુમાર રામ નરેશ શર્મા (ઊવ ૨૫) રહે. મુંબઈ વાળાને દબોચી લઈને મોરબી લઇ આવવામાં આવ્યો હતો. આરોપી આશિષકુમાર શર્મા ફિલ્મ ક્ષેત્રે આસીસટન્ટ ડાયરેક્ટર હોય જેને રૂપિયાની જરૂરત પાડતા ફોન પર ખંડણી માંગી હતી તો આરોપીને રવિ પુજારી ગેંગ સાથે કોઈ નિસ્બત ના હતી તો આરોપીને મોરબી લઇ આવ્યા બાદ આજે સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા કોર્ટે આરોપીને આગામી તા. ૨૨ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવાનો આદેશ કર્યો છે. આરોપીના રિમાન્ડ દરમિયાન એ ડીવીઝન પી.આઈ. આર.જે ચૌધરી, મહેન્દ્રસિંહ ઝાલા અને ફતેહસિંહ સહિતની ટીમ આરોપીએ મુંબઈમાં આવા ગુન્હાઓને અંજામ આપ્યો છે કે કેમ તેમજ અન્ય કોઈ ગુન્હામાં સંડોવણી છે કે નહિ તે માટે તપાસ કરશે અને ટીમ મુંબઈ પણ તપાસ માટે જશે

(11:44 am IST)