Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

મોરબીની કલેકટર કચેરીમાં ધરણા, આંદોલન પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ

        મોરબી જીલ્લા કલેકટર કચેરીએ અવારનવાર આંદોલન અને ધરણા-વિરોધ પ્રદર્શનો થતા હોય છે ત્યારે જીલ્લા મેજીસ્ટ્રેટ કચેરી દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ હેઠળ કલમ ૧૪૪ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

        મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ કચેરી દ્વારા પ્રસિદ્ધ જાહેરનામાં મુજબ મોરબી જીલ્લાના સો ઓરડી વિસ્તાર, શોભેશ્વર રોડ, મોરબી ખાતે જીલ્લા સેવા સદનમાં કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ વગેરે મહત્વની અન્ય વહીવટી કચેરીઓ કામ કરી રહી છે અને પોતાની માંગણીઓ અને રજૂઆત માટે પ્રતિક ઉપવાસ, રેલી અને અન્ય આંદોલન જેવા કાર્યક્રમો કચેરીઓમાં અને જાહેરમાર્ગો પર કરાતા હોય છે જેથી કચેરીઓમાં આવતા અરજદારો, પદાધિકારીઓ અને અધિકારીઓ સહિતનાઓને દુવિધા સર્જાય છે જેથી ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪ મુજબ મોરબીના સો ઓરડી વિસ્તાર શોભેશ્વર રોડ મોરબી ૨ ખાતે આવેલ જીલ્લા સેવા સદનના કમ્પાઉન્ડમાં તેમજ ૧૦૦ મીટર ત્રિજ્યામાં અને બરાબરની સામે રોડ પર પ્રતિક ઉપવાસ, પરવાનગી વિના રેલી, ધરણા અને ઉપવાસ આંદોલન કૃત્યો કરવા પ્રતિબંધ મુકાયો છે જે જાહેરનામું તા. ૧૭-૦૮-૧૮ સુધી અમલમાં રહેશે આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સહિતની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે

(11:42 am IST)