Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

વંથલીમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : તા.22 થી 25 સુધી સ્વયંભૂ સજ્જડ લોકડાઉન

મેડિકલ સ્ટોર સિવાય જેમાં તમામ દુકાનો ચાર દિવસ સુધી સંપૂર્ણ બંધ રહેશે.

વંથલી :હાલ  સમગ્ર વંથલી તાલુકામાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે વંથલી વેપારી એસોસીએશન તેમજ વંથલી નગરપાલિકા દ્વારા તારીખ ૨૨થી તારીખ ૨૫ સુધી સ્વયંભૂ સંપૂર્ણ લોકડાઉન રહેશે મેડિકલ સ્ટોર સિવાય જેમાં તમામ દુકાનો ચાર દિવસ સુધી સંપૂર્ણ બંધ રહેશે. શાકભાજીની લારીઓ  સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી હરી ફરી વ્યવસાય કરી શકશે માત્ર એક જ જગ્યાએ ઉભી શકશે નહીં. દૂધના કાઉન્ટરો સવારે ૭:૦૦ થી ૯:૦૦ તથા સાંજે ૬:૦૦ થી ૮:૦૦ ખુલ્લા રાખી વ્યવસાય કરી શકશે. તમામ મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. લોકો અતિ અગત્યના કામકાજ વગર પોતાના ઘરની બહાર નીકળશે તો દંડ પાત્ર ગુનો ગણાશે તેમજ પોલીસ દ્વારા તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે...

(7:30 pm IST)
  • બેંકોના મુખ્ય કર્મચારી સંઘે દાવો કર્યો છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 15,000 બેંક કર્મચારીઓને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. કોરોનાની બીજી લહેરમાં એપ્રિલ દરમિયાન છેલ્લા એક મહિનામાં 30 બેન્ક કર્મચારીઓએ જીવ ગુમાવ્યો છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને મહા ગુજરાત બેંક કર્મચારી સંઘ (MGBA) એ બેંકો માંથી રોકડ ઉપાડના કલાકોમાં ઘટાડો, વધારાની રજાઓ અને કામના કલાકોમાં છૂટછાટની માંગ કરી છે. access_time 12:05 am IST

  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતને દરરોજ ૪૦૦ ટન ઓક્સિજન પૂરો પાડશે : જામનગરની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતને રોજ ૪૦૦ ટન ઓક્સિજન પૂરો પાડશે તેમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શ્રી ધનરાજ પરિમલભાઈ નથવાણીઍ તેમના ટ્વીટર હેન્ડલ ઉપર ટ્વીટ કરીને જણાવ્યુ છે : કોરોના મહામારીમાં આ મોટા આર્શીવાદરૂપ સમાચાર છે access_time 2:50 pm IST

  • દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં ગતરાત્રે 10 વાગ્યાથી 1 સપ્તાહના લોકડાઉનની ઘોષણા પછી રાત્રે આનંદ વિહાર બસ ટર્મિનલ અને રેલવે સ્ટેશન પર સ્થળાંતર કરી રહેલા પરપ્રાંતીય કામદારો, બીકના માર્યા પોતાના વતન જવા ઉમટી પડ્યા હતા access_time 10:00 am IST