Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

કચ્છના ભચાઉમાં આજે બપોરે વાતાવરણમાં પલટો : કમોસમી માવઠું વરસ્યું :ખેડૂતોમાં ચિંતા માહોલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ:::કચ્છના ભચાઉમાં આજે બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી માવઠું વરસ્યું હતું.

આજે બપોર બાદ કચ્છના ભચાઉ પંથકમાં વાતવરણમાં પલટા સાથે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું.કમોસમી ઝાપટાથી ખેડૂતોમાં ચિંતા માહોલ છે.

કચ્છમાં બે દિવસ પહેલા પણ માવઠું વરસ્યું હતું.

(4:40 pm IST)
  • શાપર - વેરાવળ - મેટોડા - આજી જીઆઈડીસી રાજકોટ ઍન્જીનિયરીંગ ઍસોસીઍશનના તમામ ઔદ્યોગિક ઝોન બુધ-ગુરૂ બે દિવસ બંધ રહેશે : કોરોનાની મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તા. ૨૧ અને ૨૨ (બુધ - ગુરૂ) માટે શાપર - વેરાવળ - મેટોડા - આજી જીઆઈડીસી રાજકોટ ઍન્જીનિયરીંગ ઍસોસીઍશનના ઔદ્યોગિક ઝોનના તમામ ઍકમો બંધ રહેશે તેમ શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ ઍસોસીઍશનના રમેશભાઈ ટીલાળા, રતિલાલ સાડરીયા અને કિશોરભાઇ પટેલે જણાવ્યુ છે access_time 1:04 pm IST

  • બેંકોના મુખ્ય કર્મચારી સંઘે દાવો કર્યો છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 15,000 બેંક કર્મચારીઓને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. કોરોનાની બીજી લહેરમાં એપ્રિલ દરમિયાન છેલ્લા એક મહિનામાં 30 બેન્ક કર્મચારીઓએ જીવ ગુમાવ્યો છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને મહા ગુજરાત બેંક કર્મચારી સંઘ (MGBA) એ બેંકો માંથી રોકડ ઉપાડના કલાકોમાં ઘટાડો, વધારાની રજાઓ અને કામના કલાકોમાં છૂટછાટની માંગ કરી છે. access_time 12:05 am IST

  • છેલ્લા 24 કલાક દરમ્યાન દેશમાં 1,45,000 થી વધુ લોકોએ કોરોનાનો મહાત કર્યો : જ્યારે 2,71,000 થી વધુ નવા કેસ અને 1780 થી વધુ દુઃખદ મૃત્યુ નોંધાયા છે : રાત્રે 10.15 વાગ્યાની સ્થિતિએ હજુ 6 રાજ્યોના છેલ્લા 24 કલાકના નવા કેસ રિપોર્ટ કરવાના બાકી છે. access_time 10:59 pm IST