Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

જામનગરમાં કોરોના કેસમાં સતત વધારો : કુલ ૧૫,૭૪૦ પોઝીટીવ કેસ

હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી દર્દીઓને હોમ આોઇસોલેટ થવું પડે છે : ૧૦૮ એમ્બ્યુલન્સોની લાઇનો

જામનગર : તસ્વીરમાં હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઇન નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા -જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૦: જામનગરમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે સીઝનમાં સૌથી વધુ કેસો હવે નોંધાઇ રહ્યા છે. જામનગર જિલ્લામાં સોમવારે ૩૮૯ કોરોનાના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. તેવા સમયે જામનગરમાં આવેલ કોરોનાની સારવાર કરતી સૌરાષ્ટ્રની સૌથી મોટી અને ગુજરાતની બીજા ક્રમની સરકારી ગુરુગોવિંદસિંદ્ય હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની આવકથી હાઉસફુલ થઈ છે.

જામનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૮૯ પોઝિટિવ કેસો નોંધાયા છે. તેમાં જામનગર શહેરમાં ૨૭૯ અને ગ્રામ્ય પંથકમાં ૧૧૦ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.

કોરોના કાળથી અત્યાર સુધીમાં જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૫૭૪૦ પોઝિટિવ કેસો નોંધાયા છે.

જામનગરમાં પ્રથમ લહેર કરતા બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. હાલ હોસ્પિટલમાં જગ્યા ન હોવાને કારણે લોકોએ હોમ આઇસોલેટ થવુ પડી રહ્યું છે. હોસ્પિટલ બહાર પણ એમ્બ્યુલન્સ અને ૧૦૮ની કતારો લાગી છે. અને એમ્બ્યુલન્સમાં જ કલાકો સુધી ઓકિસજન સાથે સારવાર કરવી પડી રહી છે.

(12:57 pm IST)