Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

અમરેલીનાં બન્ને સ્મશાનમાં ૩૦ અને કબ્રસ્તાનમાં ૩ સહિત ૩૩ની અંતિમવિધી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૦ :.. રવિવારે અમરેલીના બન્ને સ્મશાનમાં ૩૦ અને કબ્રસ્તાનમાં ૩ મળી ૩૩ ની અંતિમવિધી થઇ હતી જયારે આજે સોમવારથી મૃત્યુનું પ્રમાણ ઘટયું હોય તેમ અમરેલીમાં કુલ રપ ના મોત થયા છે અમરેલીના ગાયત્રી મોક્ષધામમાં સાત કોરોના દર્દી અને બે અન્ય મળી નવ મૃતદેહની અંતિમવિધી થઇ છે જયારે કૈલાસ મુકિતધામે ૧૪ કોરોનાના દર્દી અને બે અન્ય મળી ૧૬ મૃતદેહોની અંતિમવિધી કરવામાં આવી છે. આજે થયેલી રપ અંતિમવિધીમાં અમરેલી શહેરનાં ૧ર લોકોનો સમાવેશ થાય છે શહેરનાં માધવ પાર્કની ૭પ વર્ષની મહિલા, હનુમાનપરા ૭૦ વર્ષની મહિલા, બ્રાહ્મણ સોસાયટીના ૬પ વર્ષના વૃધ્ધા, ગોકુલ ગાર્ડનમાં ૬પ વર્ષના મહિલા, અમૃતનગર ચકકરગઢ રોડના પપ વર્ષના પુરૂષ, અમરેલી ચિતલ રોડે ગુરૂકૃપાનગરમાં પ૧ વર્ષના પુરૂષ, ગુરૂકૃપાનગર પાસે ૩૮ વર્ષની યુવતી, જેશીંગપરાના ૭પ વર્ષના વૃધ્ધ, અમરેલીના પર વર્ષના વિપ્ર, ચકકરગઢ રોડ આનંદનગરના ૬૦ વર્ષના વૃધ્ધ, લાઠી રોડ વૃંદાવન સોસાયટીના ૭પ વર્ષના વૃધ્ધનો સમાવેશ થાય છે.

સાંજથી ઓકિસજનની લાઇન સાથે આ હોસ્પિટલ શરૂ થતા થોડુ ભારણ ઘટયુ છે કોરોના સામે જિલ્લા વહીવટી તંત્ર જબરજસ્ત લડાઇ ચાલી રહી છે પણ જે રીતે દર્દીઓની સંખ્યા વધે છે તેમાં તંત્ર ન પહોંચી શકે તે સ્વભાવીક છે જેથી લોકોએ સ્વયંભુ તકેદારી રાખી જરા પણ તકલીફ થાય કે તરત જ ચકાસણી કરાવી લેવી જોઇએ તો આપણા અને આપણા પરિવારજનોના મૃત્યુ આપણે અટકાવી શકશું.

(12:52 pm IST)