Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ગોહિલવાડ પંથકમાં ધર્મોત્સવની પવનપુત્ર હનુમાનજીની જન્મજયંતીની ઉજવણી

દિરે દાદાનાં દર્શન કરવા વહેલી સવારથી જ ભાવિક ભક્તો ઉમટ્યા :મંગળા આરતી મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ

ભાવનગર શહેર-જિલ્લા સહિત ગોહિલવાડ પંથકમાં ધર્મોલ્લાસ સાથે પવનપુત્ર હનુમાનજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજી મંદિરે આકર્ષણ શણગાર સાથે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

  શહેરના ગોળીબાર હનુમાનજી મંદિરે દાદાનાં દર્શન કરવા વહેલી સવારથી જ ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. સવારે મંગળા આરતી સાથે વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ કરાયેલ. બપોરે મહાપ્રસાદ યોજવામાં આવેલ. જ્યારે મહંત મદનમોહનદાસજી મહારાજે પણ ભાવિકોને પ્રસાદ વિતરણ કર્યો હતો.  

      જ્યારે શહેરનાં છેવાડે અધેવાડા ખાતે સંત બજરંગદાસ બાપાની જન્મભૂમિ સેવા ઝાંઝરીયા ખાતે હનુમાનજી મંદિરે ભવ્યતાથી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. અહીં વહેલી સવારથી મોડી રાત્રી સુધી દર્શનાર્થી ભાવિકોનો પ્રવાહ અવિરત શરૂ રહ્યો હતો અને દર્શન તથા પ્રસાદનો લાભ લીધો હતો. વિવિધ હનુમાનજી મંદિરે મારૂતિયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.

(9:05 pm IST)
  • RBIની મોટી સ્પષ્ટતા : વ્યવસાયિક બેંકોમાં 5 દિવસજ કામકાજ થશે તેવા અહેવાલો સદંતર ખોટા : RBIએ સર્ક્યુલર બહાર પાડીને જણાવ્યું કે આવા કોઈ આદેશ RBIએ નથી બહાર પાડ્યા. access_time 10:51 pm IST

  • શહિદ પોલીસ અધિકારી હેમંત કરકરે વિરૂધ્ધ નિવેદન અંગે સાધ્વી પ્રજ્ઞાને પણ ચુંટણી પંચે નોટીસ આપી : સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની પોતાના નિવેદન પર સ્પષ્ટતાઃ સત્ય સામે જરૂર આવે છેઃ દેશ વિરોધી-ધર્મવિરોધી લોકો પોતાના અંતની ચિંતા કરેઃ મને ૯ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવીઃ સાધ્વીના અંતની વાત ના કરે access_time 4:01 pm IST

  • જામનગર ભાજપના મીડિયાસેલના સભ્ય અને સાંસદ પૂનમબેન માડમના પિતરાઈ ભાઈ નીતિન માડમ કોંગ્રેસમાં જોડાયા. ભાજપમાં ભૂકંપ : ધારાસભ્ય વિક્રમ માડમ અને ચિરાગ કાલરીયાની ઉપસ્થિતમાં રોડ શો દરમિયાન નીતિન માડમ કોંગ્રેસના પ્રચારમાં પણ જોવા મળ્યા. : તસવીર: કિંજલ કારસરીયા, અહેવાલ: મુકુંદ બડીયાણી, જામનગર. access_time 8:34 pm IST