Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

જુનાગઢમાં શાકભાજીના લારી ધારકો પાસેથી ખંડણી વસુલવી છરીથી ધમકી

જૂનાગઢ, તા. ર૦ : જુનાગઢમાં કડિયાવાડ ખાતેની શાક માર્કેટમાં પાથરણા પાથરી અનેે લારીમાં શાકભાજી વિગેરે વેંચી અનેક ગરીબ-મધ્યમવર્ગી લોકો પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

પરંતુ ગઇકાલે ગણેશનગરનો સુરેશ ઉર્ફે સુરીયો ચાવડા નામનો શખ્સ છરી સાથે કડિયાવાડ શાક  માર્કેટમાં ધસી આવ્યો હતો.

આ શખ્સે શાકભાજીની લારી ધરાવતા જશ દશરથભાઇ ગોરડ (ઉ.વ.૧૯) નામના યુવાન પાસે તારે શાંતિથી ધંધધો કરવો હોય તો અઠવાડીયામાં બે વાર પ૦-પ૦ રૂપિયા આપવા પડશે તેમ કહી છરી બતાવીને ધમકી આપી હતી.

આ જ પ્રમાણે સુરેશ ઉર્ફે સુરીયોએ જશ ઉપરાંત અન્ય ાલરી ધારકો તેમજ પાથરણાવાળા વગેરેને દમદાટી આપી ખંડણીની માંગણી કરી હતી.

આ શખ્સના આતંકથી કડિયાવાડ શાક માર્કેટમાં ભય ફેલાય ગયો હતો. આ અંગે જશ ગોરડની ફરીયાદ લઇ એ-ડીવીઝનના પીએસઆઇ બી.એસ. જાડેજાએ તપાસ હાથ ધરી છે.

(3:50 pm IST)