Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ચોટીલામાં ચૈત્રી પૂનમે ચામુંડા માતાજીના દશર્નને માનવ મહેરામણ ઉમટીયુ

વઢવાણ, તા.૨૦: ચોટીલા ચામુંડા માતાજી ધામે માનવ મહેરામણ ઉમટી પડયા હતા ચોટીલા માતાજીના મંદિરમાં લાખો ભાવિકો એ માથું ટેકવી દર્શન કરીને ધન્યતા અનુભવી હતીં.ચૈત્રી પૂનમનુ ધાર્મિકતાની દ્રષ્ટીએ ખુબ મહત્વ રહેલું છે. ત્યારે રાજયભરમાંથી દુર દુરના ગામો અને શહેરોમાં થી પગપાળા સંઘો અને ખાનગી વાહનોમાં લોકો માતાજીના ગુણગાન કરતાં ધાર્મીક સ્થળોએ ઉમટી પડયા હતા.ખાસ કરીને રાજકોટ. અમદાવાદ નેશનલ હાઈવે ઉપર આવેલા ચોટીલા માતાજીના ડુંગરે સવિશેષ ભાવિકોનો ઘસારો જોઈને  ખાણીપીણીની વસ્તુઓમા ગરજના ભાવ વસૂલ્યાની બુમરાણ ઉઠી હતી.પણ ચોટીલામાં ચૈત્રી પૂનમને સવિશેષ મહત્વ જોવા મળ્યુ હતું.હનુમાન જયંતિ સમન્વય સર્જાતા ધાર્મિકતાનુ વાતાવરણ સર્જાયું હતું. ચોટીલામાં પ્રખ્યાત ચામુંડાઙ્ગ માતાજીના મંદિરે લાખોની સંખ્યામાં ભાવિકોએ દર્શન પૂજન. અર્ચનાનો લ્હાવો લીધો હતો.ચૈત્રી પૂનમે સંખ્યાબંધ ભાવીકો મન્નત માનેલ બાધા-આખડીઓને પૂર્ણ કરતાં જોવા મળ્યા હતા ખાસ કરીને ચોટીલા નેશનલ હાઈવે ઉપર આવેલ ચોટીલા ચામુંડા માતાજીના ધામ ખાતે છેલ્લા ત્રણ દિવસથી દુર-દુરના ગામો અને શહેરોના મોટી સંખ્યામાં પદયાત્રી સંદ્યોનુ આગમન થયું હતું.લાખોની સંખ્યામાં ઉમટી પડેલ પદયાત્રી સંદ્યોનુ આગમન થયું હતું.ચોટીલા માતાજીના મંદિરે દર્શનાથિઓનો દ્યસારો જોવા મળ્યો હતો.ભાવિકો અને દર્શનાથીઓ દ્વારા ચોટીલા ડુંગરે ચામુંડા માતાજીના મંદિરે ટનના હીસાબે શ્રીફળો વધેરાયા હોવાનું પુજારી સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.એજ રીતે સખ્યાબંધ ભાવિકોએ પૂનમની વહેલી સવારથી શ્રીફળનો પ્રસાદ ધરીને ગંજ ખડકી દીધો હતો.આમ સમગ્ર ચોટીલા પંથકમાં ચૈત્રી પૂનમે માઈ ભકતો દ્વારા ઠેર-ઠેર ધાર્મિકતાનું વાતાવરણ જોવા મળ્યુ હતું.

(3:46 pm IST)
  • RBIની મોટી સ્પષ્ટતા : વ્યવસાયિક બેંકોમાં 5 દિવસજ કામકાજ થશે તેવા અહેવાલો સદંતર ખોટા : RBIએ સર્ક્યુલર બહાર પાડીને જણાવ્યું કે આવા કોઈ આદેશ RBIએ નથી બહાર પાડ્યા. access_time 10:51 pm IST

  • શહિદ પોલીસ અધિકારી હેમંત કરકરે વિરૂધ્ધ નિવેદન અંગે સાધ્વી પ્રજ્ઞાને પણ ચુંટણી પંચે નોટીસ આપી : સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની પોતાના નિવેદન પર સ્પષ્ટતાઃ સત્ય સામે જરૂર આવે છેઃ દેશ વિરોધી-ધર્મવિરોધી લોકો પોતાના અંતની ચિંતા કરેઃ મને ૯ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવીઃ સાધ્વીના અંતની વાત ના કરે access_time 4:01 pm IST

  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST