Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ફરેણી સ્વામિનારાયણ મંદિરે મારૂતિ યજ્ઞ યોજાયો

 ધોરાજીઃ ફરેણીમાં જયાં ૨૧૭ વર્ષ પહેલા સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્દઘોષ શ્રી હરિએ સ્વમુખે કરેલો એવા ફરેણીના શ્રી સહજાનંદ સંસ્કારધામ સંસ્થા તરફથી હનુમાનજીના મંદિરે ચૈત્રી પૂનમ મારૂતિ જયંતિ નિમિતે મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું. સંસ્થાના પ્રાંગણમાં માસિક સત્સંગસભા એવમ્  વિદાય સત્સંગ સભામાં એકાદ હજાર હરિભકતોની ઉપસ્થિતિમાં સહજાનંદ સંસ્કારધામના પ્રમુખ મહંત પ.પૂ. સદ્દ શાસ્ત્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા એમના મંડળના પૂ. હરિપ્રસાદદાસજી સ્વામી, પૂ. જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી, પૂ. સંત સ્વરૂપદાસજી સ્વામી તથા પાર્ષદ રમેશ ભગત અમેરિકા તથા કેનેડાના સત્સંગ વિચરણ અર્થે ત્યાંના ગુજરાતી સમાજના સત્સંગીઓના આમંત્રણથી પ્રયાણ કરતાં ભાવભીની વિદાય આપવામાં આવી. કિર્તન-ધૂન બાદ શ્રી પુરૂષોતમ ચોટલિયા, સાધુ અક્ષરવલ્લભદાસજી સ્વામી તથા કોઠારી ચત્રભુજ દાસજી સ્વામીએ વિદાય પ્રવચનો કર્યા. પૂ. જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામીએ પોતાની ભાવોર્મિ વ્યકત કરી અને પ.પૂ. સદ્દ શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ શુભાશિર્વાદો પાઠવ્યા હતા. મારૂતિ જયંતિ ઉજવણીમાં ઉપસ્થિત સ્વામિનારાયણના સંતોની તસ્વીર.

(3:02 pm IST)
  • વિવાદીત મામલે મધુ શ્રીવાસ્તવ વિરૂધ્ધ પગલા નથી લેવાયાઃ ચુંટણી અધી.ની કામગીરીથી ચુંટણી પંચ નારાજ ખુલાશો માંગ્યો access_time 4:00 pm IST

  • હાર્દિક પર હુમલા અંગે સોશ્યલ મીડિયામાં ઉલટા-સુલટા મેસેજો ફરતા થયા : હાર્દિક પર હુમલો ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ કરાવ્યાના સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા સમાચાર બાદ હુમલો હાર્દિકે ખુદ પોતાના પર કરાવ્યાના પણ અહેવાલો ફરતા થયા : પોલીસ અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં હજુ આવી કોઈ બાબત સામે આવ્યાનું નકાર્યુ access_time 3:54 pm IST

  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST