Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

કચ્છમાં મોટા ગજાના નેતાની અભદ્ર ઓડીયો કિલપ સોશ્યલ મીડીયામાં વાયરલ

નલીયાકાંડથી પણ મોટા કાંડની ચર્ચાએ જોર પડકયું : ૭ થી ૮ કિલપ વાયરલ થતા ભારે ચર્ચા

ભુજ, તા. ર૦ : કચ્છનાં રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે એક નેતાની  ઓડિયો કિલપ સોશ્યલ મીડીયામાં વાયરલ થતા ચર્ચા જાગી છે.

ઓડિયો કિલપમાં અશ્લીલ શબ્દો સાથે એક મોટા ગજાનાં નેતા યુવતી સાથે વાતચીત કરતા સાંભળવા મળ્યા છે. મહિલાઓનું શારીરિક શોષણ કરવામાં આવતુ હોવાનું આ કિલપમાં ખુલ્યુ છે.

ભૂતકાળમાં નલીયાકાંડ ખુલ્યા બાદ વધુ એક કાંડ કચ્છમાં થયાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ કાંડમાં ખારેક અને ઘઉં જેવા કોર્ડવડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કચ્છમાં મોટા ગજાના નેતાની આ હરકત  અંગે ભારે ચર્ચા જાગી છે. જો કે સવારથી ચાલી રહેલ કિલપ અંગેની ચર્ચાને કોઇ સમર્થન આપતુ નથી ત્યારે હકિકતે આ કિલપ કોઇ મોટા નેતાની છે કે અન્ય કોઇની તે અંગે શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

(1:05 pm IST)
  • ન્યાય યોજના પર કોંગ્રેસને અલ્હાબાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી :બે સપ્તાહમાં માંગ્યો જવાબ : અલ્હાબાદ હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોંગ્રેસની લઘુતમ આવક યોજના (ન્યાય ) ને લઈને પાર્ટી પાસેથી ખુલાસો અમનજીઓ ;અરજીકર્તાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી લઘુતમ આવકની ગેરેંટીને હટાવવાની માંગ કરી access_time 1:05 am IST

  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST

  • રાહુલ ગાંધીનો ૨૧ એપ્રિલનો કાર્યક્રમ રદઃ રાહુલ નહિ આવે ગુજરાત : અન્ય રાજયોમાં પ્રચારને કારણે વ્યસ્ત હોવાથી નહિ આવે ગુજરાત access_time 4:01 pm IST